મુસ્તાક દલ/ જામનગર: ભારત સરકારના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા આજે જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને શહેર ભાજપ કાર્યાલય ખાતે મનસુખ માંડવિયા દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. મનસુખભાઇ માંડવીયા દ્વારા મોદી સરકારની ચાર વર્ષની ઉપલબ્ધિઓ પત્રકારો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જ્યારે જ્યારે ચાર વર્ષ દરમિયાન કરેલા કામોની રૂપરેખા બાદ હજુ પણ આગામી સમયમાં લોકોની સેવા માટે કયા પ્રકારનાં કાર્યો કરવામાં આવશે તેની જાણકારી પણ આપી હતી. ત્યારબાદ તમામ જિલ્લાઓમાં યોજાતા બૌદ્ધિક સંમેલનનાં ભાગરૂપે જામનગરમાં પણ બૌદ્ધિક સંમેલનમાં મનસુખભાઇ માંડવિયાએ હાજરી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં મનસુખભાઇ માંડવિયા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ મેયર પ્રતિભાબેન કનખરા ઉપસ્થિત રહ્યા હતા. આ પૂર્વે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જામનગરના સન્માનિત પરિવારની મુલાકાત લીધી હતી અને તયારબાદ શહેર ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ દરમિયાન જામનગરના બે ભાજપના યુવા કાર્યકરો દ્વારા બનાવવામાં આવેલ "જામનગર સેવા સેતુ" એપ્લિકેશનને મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી.

અમરેલી-ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ, નદીના વહેણમાં કાર તણાઇ 


જ્યારે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા ચાર વર્ષની મોદી સરકારની ઉપલબ્ધિઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ 53 વર્ષના શાસનનો હિસાબ આપી શકતી નથી અને મોદી સરકારના 4 વર્ષનો હિસાબ માંગવા નિકળી છે. કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. ઉપરાંત મોદી સરકારની ચાર વર્ષની સિદ્ધિના લેખાજોખા આપ્યા હતા. તેમજ જણાવ્યું હતુ કે દેશની તમામ જનતા નરેન્દ્રભાઇની સાથે છે. મોદી સરકાર દ્વારા 18 હજાર ગામડાઓમા વિજળી પહોચાડવામાં આવી છે.


આજે ચાઇના થી ભારત જીડીપી ગ્રોથમાં આગળ વધી રહ્યું છે. 2020 સુધી દરેક પરિવારને ઘર મળે તેવું આયોજન જ્યારે 2022 સુધી ભારતમાં તમામને વિજળી પહોંચશે. લોકોને સસ્તી દવા અને સારવાર ઉપલબ્ધ કરાવી છે. છ લાખ કરોડ ઇંફ્રાસ્ટ્રક્ચર પાછળ બજેટમાં ખર્ચવામાં આવ્યા છે, મોદી સરકારે ટેકસ નહી પણ ટેક્સપેયર વધાર્યા છે. 16 હજાર કરોડના નેશનલ હાઇવેના કામો ગુજરાત મા ચાલુ છે. એવીએશન સેક્ટરમાં એરપોર્ટને આધુનિક બનાવ્યા ઉપરાંત નવા સુવિધાસભર એરપોર્ટ બનાવામાં આવ્યા. 


રેલ્વેમા 3000 km નવી રેલવે લાઇન નાખવામા આવી. શિપીંગ સેન્ટરમા મોદી સરકાર દ્વારા 20 % નો ગ્રોથ આપવામાં આવ્યો. પોતે CMની રેસના મુદે કહેવાનુ મનસુખભાઇ એ ટાળ્યું હતું. જ્યારે હાલ વધી રહેલા પેટ્રોલ ડિઝલના ભાવ મુદ્દે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલના ભાવોને લઇને ખુબ ચિંતિત છે. જ્યારે કેન્દ્રીય મંત્રી દ્વારા મોદી સરકારની તમામ ઉપયોગ ઉપલબ્ધિઓ સરાહનીય છે પરંતુ મોદી સરકાર દ્વારા ભારતમાં લોકોના આરોગ્ય ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે અને જે અનુસંધાને યોજનાઓ ઘડી કાઢવામાં આવી છે.