Loksabha Election 2024 : મનસુખ માંડવિયાના જૂના વીડિયો વાયરલ થતા ફરિયાદ દાખલ કરાઈ છે. છ વર્ષ જૂના વીડિયો વાયરલ કરવાના મામલે પોરબંદર જિલ્લા ભાજપે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરાઈ છે. ભાજપની છબી ખરડવા તથા સૌહાર્દ તથા ભાઈચારાને તોડવાનો દાવો કરાયો છે. પોરબંદર લોકસભા બેઠક પર મનસુખ માંડવિયા ભાજપના ઉમેદવાર છે. તેથી અફવાથી સમાજને થનારા નુકશાનથી બચાવવા અપીલ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોરબંદર લોકસભા સંસદીય મતક્ષેત્રની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયાનો એક વીડિયો ગઈકાલે વાયરલ થયો હતો. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો જૂનો હતો. ત્યારે 6 વર્ષ જૂના વીડિયો વાયરલ કરવાના મામલે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરાઈ છે. આવા વીડિયો વાયરલ કરી ભાજપની છબી ખરડવા તથા સામાજિક શાંતિ, સૌહાર્દ તથા ભાઈચારાને તોડીને વિરોધીઓને રાજકીય લાભ પહોંચાડવાનો દાવો કરાયો છે. 


ગેરકાયદે અમેરિકા જનારા ગુજરાતીની દુર્દશા! ગુજરાતી માલિકે મહેસાણાના કામદારને માર્યો


પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા જણાવાયું કે પોરબંદર લોકસભા સંસદીય મતક્ષેત્રની ચૂંટણી માટે ભાજપના ઘોષિત ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયા એ ખૂબ જ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય નેતા છે. તેઓ છેલ્લા ૨૨ વર્ષથી જાહેર જીવનમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત રહ્યા છે. તેઓ છેલ્લા ૮-વર્ષથી કેન્દ્રમાં મંત્રી છે. વાયરલ થયેલ વિડીયોના કારણે માંડવિયા સાહેબના સમર્થકો, શુભેચ્છકો, મિત્રો અને ચાહકવર્ગમાં ખૂબજ ગંભીર પ્રત્યાઘાતો પડ્યાને ધ્યાને લઈને પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરાઈ છે. 


કેડિલાના રાજીવ મોદીની મુશ્કેલી વધી, બલ્ગેરિયન યુવતીએ કોર્ટને આપ્યા મોટા પુરાવા


એપ્રિલ મહિના માટે ભયાનક આગાહી : 10 એપ્રિલ બાદ અસલી મિજાજ બતાવશે વાતાવરણ