કેડિલાના રાજીવ મોદીની મુશ્કેલી વધી, બલ્ગેરિયન યુવતીએ પેનડ્રાઈવમાં કોર્ટને આપ્યા મોટા પુરાવા

Cadila CMD Rajiv Modi : કેડીલાના CMD રાજીવ મોદીની મુશ્કેલીમાં વધારો....બલ્ગેરિયન યુવતીએ અમદાવાદ ગ્રામ કોર્ટમાં પેન ડ્રાઈવ સહિતના એફિડેવિટ સાથે મુક્યા દસ્તાવેજી પુરાવા...યુવતીની પ્રોટેસ્ટ પિટિશન પર 23 એપ્રિલે હાથ ધરાશે સુનાવણી

કેડિલાના રાજીવ મોદીની મુશ્કેલી વધી, બલ્ગેરિયન યુવતીએ પેનડ્રાઈવમાં કોર્ટને આપ્યા મોટા પુરાવા

Rajiv Modi Sexual Harassments Case : કેડિલાના સીએમડી રાજીવ ગાંધીની બલ્ગેરિયન યુવતી દ્વારા કરાયેલા સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કેસમાં મુશ્કેલીઓ વધી શકે છે. કારણ કે, બલ્ગેરિયન યુવતીએ કોર્ટમાં પેન ડ્રાઈવ સહિતના અનેક પુરાવા આપ્યા છે. યુવતીએ તમામ દસ્તાવેજી પુરાવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમા એફિડેવિટ સાથે મૂક્યા છે. 

બલ્ગેરિયન યુવતીએ જાતીય સતામણી કેસમાં ગત રોજ પેન ડ્રાઈવ સહિતના દસ્તાવેજ સાથે પુરાવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યાં છે. બલ્ગેરિયન યુવતી દ્વારા કરવામાં આવેલી પ્રોટેસ્ટ પિટિશન સામે જવાબ રજૂ કરવા માટે તપાસ અધિકારીએ સમય માંગ્યો છે. જેથી ગ્રામ્ય કોર્ટે આ મામલે 23 એપ્રિલે સુનાવણીની તારીખ આપી છે. 

દુષ્કર્મ કેસમાં બલ્ગેરિયન યુવતીએ કોર્ટને એ પુરાવા આપ્યા છે, જેમાં સહ આરોપી જ્હોનસન મેથ્યુઝ કોઈ વ્યક્તિ સાથે રાજીવ મોદીએ તેના ડિજીટલ ડિવાઈસમાંથી ડેટા ડિલીટ કરાવ્યો છે તેને લઈને વાત કરી રહ્યો છે. તેનું કોલ રેકોર્ડિંગ આ પેન ડ્રાઈવમાં છે. પીડિતાના ભારત આવવાના વિઝાની પ્રોસેસ જ્હોનસન મેથ્યૂઝ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત પીડિતાએ પોતાની સાથે ઘટેલી ઘટનાના ચેટ્સ પણ કોર્ટ સમક્ષ પુરાવા તરીકે રજૂ કર્યાં છે. 

યુવતીના આક્ષેપ
પુરાવાની સાથે યુવતીએ કેટલાક આક્ષેપો પણ કર્યાં છે. જેમાં રાજીવ મોદીના પુત્ર પર આક્ષેપ કરાય છે. યુવતીએ જણાવ્યું કે, જુનિયર રાજીવ મોદી ભારતમાં રહેતો હોવા છતાં યુકેમાં અભ્યાસ કરે છે તેવા નિવેદન સંદર્ભે ક્રોસ તપાસ કરવામા આવી નથી. તેમજ એફઆરઆરઓ પર બલ્ગેરિયન યુવતીએ સહકાર ન આપવાના અને કેસ દબાવવાના આક્ષેપો પણ કર્યાં છે. તેમજ યુવતીએ એફઆરઆરઓએ આપેલો પત્ર પણ ખોટો હોવાનું જણાવ્યું છે. આમ, આ સમગ્ર મામલે હવે 23 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે. 

કેડીલા ફાર્મહાઉસમાં દુષ્કર્મ
બલ્ગેરિયન યુવતી દ્વારા ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, 22 ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી વિદેશી યુવતી પર શારીરિક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. યુવતીએ છારોડી કેડીલા ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તા.24મી અને 26મી ફેબ્રુઆરીના રોજ યુવતી સાથે સીએમડીએ અણછાજતું કૃત્યુ અને વ્યવહારની જાતીય સતામણી કરી હતી. આ મામલે આ વિદેશી યુવતીએ મહિલા આયોગ, નવરંગપુરા પોલીસ મથક, સોલા પોલીસ મથક, મહિલા પોલીસ સ્ટેશનમાં કેડીલા ફાર્માસ્યૂટિકલ્સ કંપનીના સીએમડી રાજીવ ઈન્દ્રવદનભાઈ મોદી અને તેમને મદદ કરનાર જોન્સન મેન્થુ સામે જાતીય સતામણી અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા માટે લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આરોપો છે.

ડીજી કેશવ કુમારે કેસ દબાવવા પ્રયાસો કર્યા હતા
રાજીવ મોદી અને બલ્ગેરિયન યુવતીના વિવાદનો મામલો વણસી રહ્યો છે. ત્યારે આ કેસમાં હવે નવા નામની એન્ટ્રી થઈ છે. બલ્ગેરિયન યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી ત્યારે એક નિવૃત આઇપીએસ અધિકારીએ ભલામણ કરી હતી. આ નિવૃત્ત આઈપીએસ અધિકારી છે કેશવ કુમાર. નિવૃત્ત ડીજી કેશવ કુમારે મહિલા એસીપીને ફરિયાદ ન કરવા ભલામણ કરી હતી. રિટાયર્ડ DGP કેશવ કુમાર પોલીસ કમિશનર ઓફિસમાં નિવેદન આપવા હાજર થયા છે. પોલીસે કેશવ કુમારને આ કેસમાં એની ભૂમિકા અંગે જવાબ આપવા માટે બોલાવ્યા હતા. બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી સામે જાતીય શોષણની ફરિયાદ કરી છે એ ફરિયાદને દબાવી દેવા માટે કેશવ કુમારની ભૂમિકા હોવાનો આક્ષેપ પોતાના એફિડેવિટમાં કર્યો હતો. કેશવ કુમાર એસીબીમાંથી ડીજીપી તરીકે નિવૃત થયા છે. નિવૃત્ત થયા પછી કેડિલા ફાર્મા સાથે સંકળાયેલા હતા. ત્યારે નિવૃત્ત આઈપીએસ અધિકારી પોતાનું નિવેદન નોંધાવા કમિશ્નર કચેરી ખાતે પહોંચ્યા છે. 

6 પાનાંમાં યુવતીએ જણાવી આપવીતી
પોલીસે રાજીવ મોદીને આ મામલે ક્લીનચીટ આપી હતી. પરંતું બલ્ગેરિયન યુવતીએ સામે આવીને કહ્યું કે, કેસ હજી પૂરો થયો નથી. ત્યારે ગત રોજ બલ્ગેરિયન યુવતીએ CP ઓફિસ ખાતે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. યુવતીએ CP ઓફિસ ખાતે 8 કલાક રોકાઈ અને 6 પેજનું નિવેદન આપ્યું છે. સાથે જ પોલીસે બલ્ગેરિયન યુવતીને 12 જેટલા સવાલો પણ પૂછ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news