Bharuch News : લોકસભા ચૂંટણીને હજી વાર છે, પરંતું ગુજરાતની એક લોકસભા સીટ પર રાજકારણ ગરમાયું છે. ભરૂચમાં આપ અને ભાજપના નેતામાં અત્યારથી જ ચડસાચડસી જોવા મળી રહી છે. આ વચ્ચે કોંગ્રેસ અને AAPના ગઠબંધન અંગે મનસુખ વસાવાએ આકરા પ્રહાર કર્યા છે. મનસુખ વસાવાએ કહ્યું કે, ભરૂચમાં ભાજપ લોકસભાની ચૂંટણીમાં જીતશે. ગઠબંધનના નામે આવા લોકો હવાતિયા મારે છે. ચૈતર વસાવા કૂવામાં દેડકાંની જેમ ડ્રાઉં ડ્રાઉં કરે છે. ભરૂચમાં કોંગ્રેસ પણ પતી ગઈ છે. વિધનસભા જીતવાથી લોકસભા નથી જીતી શકાતી નથી. તો મનસુખ વસાવાના આકરા પ્રહાર પર ચૈતર વસાવાએ પણ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, ગઠબંધન થાય કે ના થાય ચૂંટણી લડીશ. હવે અહીં ભાજપનું હિન્દુત્વ કાર્ડ નહીં ચાલે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનસુખ અને ચૈતર વસાવા ફરી આમને સામને
કોંગ્રેસ અને આપના ગઠબંધન બાબતે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, આવા લોકો હવાતિયાં માર્યા કરે છે. ચૈતર વસાવા તો કુવામાંનો દેડકો છે, જે હમણાં ડ્રાંઉ ડ્રાઉં કરી રહ્યો છે. જોકે સ્વ. એહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલને મનસુખ વસાવાએ ભરૂચ લોકસભા માટે મજબૂત ઉમેદવાર તરીકે સ્વીકારી છે. તેમણે કહ્યું કે, મુમતાઝ પટેલ ભલે મજબૂત ઉમેદવાર છે, ભરૂચ લોકસભામાં કોંગ્રેસ પતી ગઈ છે અને આપના લોકો કૂવામાંના દેડકા જેવા છે. ચૈતર વસાવા ડેડીયાપાડા વિધાનસભા કોંગ્રેસ, બિટીપી અને ઘણા ભાજપના લોકોએ સપોર્ટ કર્યો એટલે જીતી ગયો છે. પરંતુ વિધાનસભા જીતી જાય એટલે એવું નહિ સમજવાનું કે લોકસભા પણ જીતી જશે એમ સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે.


ગુજરાતમાં નેતાઓને લીલાલહેર : હવે લાખોમાં પગાર મળશે, લોકસભા પહેલાં લ્હાણી



 


મનસુખ વસાવાએ વધારામાં જણાવ્યું કે, ચૈતર વસાવાને ભાન હોવું જોઈએ કે 6 ટર્મથી ભાજપ મને ટીકીટ આપે છે અને 6 ટર્મથી ટીકીટ મેળવવી એ જ અતિ મહત્વનું છે. કોંગ્રેસ અને આપ ગઠબંધન કરે કે ના કરે અમને કોઈ ચિંતા નથી. અમે ભરૂચ લોકસભા જીતવાના છે. જોકે ધારાસભ્ય ચૈતર વસાવા ગઠબંધન થાય કે ના થાય ચૂંટણી લડવા મક્કમ છે.


ભાજપમાં કોઈ નેતાની ખુરશી પરમનન્ટ નથી, 156 સીટો પર જીત છતાં 18 જિલ્લામાં સપાટો


તો બીજી તરફ, લોકસભાની ચૂંટણી અંગે રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભામાં ટિકિટ અંગે સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું કે, દરેક બેઠક 5 લાખથી વધુની લીડ સાથે જીતશું. ટિકિટ અંગે પાર્ટીનો નિર્ણય સર્વોપરી રહેશે. પાર્ટીનું ચિહ્ન લઈને આવશે તેને જીત અપાવીશું. રાજકોટમાં મતદાન ચેતના જાગૃત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું કે દરેક બેઠક 5 લાખથી વધુની લીડ સાથે જીતવાની ખાતરી આપી છે. પાર્ટી જેને ટિકિટ આપશે તેને જીતાડીશું.


તબીબોની ભૂલને કારણે આંખ ગુમાવનાર દર્દીને ન્યાય, કોર્ટે રૂપિયા ચૂકવવા કર્યો આદેશ