ગોઝારો રવિવાર : ગુજરાતના અનેક રસ્તા રક્તરંજિત બન્યા, વિવિધ અકસ્માતમાં 4 ના મોત, અનેક ઘાયલ
Accident In Gujarat : રવિવારના દિવસે અકસ્માતોની વણઝાર.. અમદાવાદ ઈન્દોર હાઈવે પર વડોદરા જઈ રહેલી બસ પલટી.. તો બનાસકાંઠામાં આર્મી મેનની કારને નડ્યો અકસ્માત.. જ્યારે સાબરકાંઠામાં ટેન્કર અને બાઈક અથડાયા.. અકસ્માતમાં કુલ 4ના મોત 12થી વધુ ઈજાગ્રસ્ત...
Accident In Gujarat : આજનો રવિવાર ગોઝારો સાબિત થયો છે. રવિવારની સવારે ગુજરાતના અનેક રસ્તાઓ રક્તરંજિત બન્યા છે. રવિવારે સવારેથી જ ગુજરાતના અલગ અલગ જિલ્લામા અકસ્માતના અનેક બનાવો બન્યા છે. જેમાં કુલ ચાર લોકોના મોત નિપજ્યા છે. તો 12 થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે.
સાબરકાંઠામાં યુવકનુ મોત
સાબરકાંઠાના ઈડરમાં એક અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું છે. સાપાવાડા નજીક દૂધ ભરેલા ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક યુવકનું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતું સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. હાલ ટેન્કર ચાલક સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
આને કહેવાય પાક્કી દોસ્તી, એકસાથે બેસીને જમે ગુજરાતના આ PSI અને કપિરાજોનું ટોળું
બસ પલટી મારતા 10 ઈજાગ્રસ્ત
ઈન્દોર-અમદાવાદ ફોર લેન રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એસી સ્લીપર બસ ડિવાઈડર સાથે ટકરાઈ હતી. વડોદરા જઈ રહેલી બસ પલટી મારતા 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ તમામ ઈજાગ્રસ્તોને સરદારપુર સ્વાસ્થ્ય કેન્દ્ર પર લઈ જવાયા હતા. હાલ 10 ઈજાગ્રસ્તોની સારવાર હેઠળ છે, જેમાં એકની હાલત ગંભીર છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ચૈત્ર નવરાત્રિમાં જ કેમ થાય છે મા નર્મદાની નાની પરિક્રમા, જાણો શું છે તેનું મહત્વ
આર્મી જવાનના પરિવારનું મોત
બનાસકાંઠાના દાંતીવાડાના આર્મી જવાનનું રાજસ્થાનમાં મૃત્યુ થયું છે. બિકાનેર આર્મી કેમ્પમાં ફરજ બજાવતા જવાન પ્રભુભાઈ ચૌધરી, તેમની પત્ની અને સાસુનું રાજસ્થાનના બિકાનેરમાં અકસ્માતમાં મોત નિપજ્યું છે. રાજસ્થાનમાં અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે. બિકાનેર પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 3ના મોત થયા છે. ત્યારે દાંતીવાડાના ધાનેરીમાં જવાન અને તેમની પત્નીના અંતિમ સંસ્કાર કરાશે. આ ઘટનાથી દાંતીવાડામાં શોકનો માહોલ છવાયો છે.
દમણમાં મોજ કરવા જાઓ તો સાવધાન રહેજો, આ ચોર ખુલ્લેઆમ ફરી રહ્યો છે : CCTV
આબુ હાઈવે પર ટ્રાફિક જામ
પાલનપુર -આબુ હાઈવે પર આઈસર પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. આઇસર રોડ વચ્ચે પલ્ટી મારતા હાઈવે પર 5 થી 7 કિલોમીટર ટ્રાફિક જામ સર્જાયો હતો. હાઇવે પર લાગેલ એલએન્ડટીના cctv કેમેરા ટ્રાફિકના દ્રષ્યો સામે આવ્યા છે. બનાવના પગલે હાઇવે પર પોલીસ અને એલએન્ડટી વિભાગ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.