Gujarat Politics Big News : ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં ભાજપના ઘણા નેતાઓ હવે કોમનમેન બની ગયા છે. સરકારે સત્તા જતાં સુરક્ષા પણ પાછી ખેંચી લીધી છે. પટેલ સરકારના 14 પૂર્વ અને રૂપાણીના 10 મંત્રીઓની સુરક્ષા પાછી લેવા હુકમ કરાયો છે. હવેથી આ નેતાઓને વીવીઆઈપી સુરક્ષા નહિ મળે. આ નેતાઓને ફાળવાયેલા સ્થાનિક પોલીસ, એસઆરપીએફમાંથી 67 બંગલા ગાર્ડ, અંગરક્ષકો, સુરક્ષા ગાર્ડને તેમના હથિયાર આજે સવારે 11 વાગ્યા સુધી જમા કરાવવાના આદેશ ગાંધીનગરથી છૂટ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમા જ ગૃહ વિભાગે પૂર્વ મંત્રીઓ અને પદાધિકારીઓની સલામતી વ્યવસ્થા પરત ખેંચવા નિર્ણય કર્યો હતો. જેનો અમલ કરાયો છે. 


કયા પૂર્વ મંત્રીની સુરક્ષા પાછી ખેંચાઈ
રાજેન્દ્ર ત્રિમવેદી, જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, અર્જુનસિંહ ચૌહાણ, પ્રદીપ પમાર, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલ, નિમિષા સુથાર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, વિનોદ મોરડીયા, દેવા માલમ, આરસી ફળદુ, કૌશિક પટેલ, સૌરભ પટેલ, જયદ્રથસિંહ પરમાર, ઈશ્વરસિંહ પટેલ, વાસણ આહિર, વિભાવરી દવે, રમણ પાટકર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યોગેશ પટેલ, વલ્લભ કાકડિયા


રૂપાણીની સુરક્ષા યથાવત
પૂર્વ સરકારી પદો પર રહેલા રાજકીય નેતાઓ સહિત 290 માંથી 96 ની સુરક્ષા પરત ખેંચી લેવાઈ છે. જોકે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ગૃહમંત્રીઓ પ્રદીપસિંહ જાડેજા, રજનીકાંત પટેલ અને ગોરધન ઝડફિયાની સુરક્ષા યથાવત રાખવામાં આવી છે. 


સુરક્ષા પ્રોટોકોલ શું છે?
સુરક્ષા પ્રાપ્ત વ્યક્તિના ઘર અને ઓફિસ પર હંમેશા સુરક્ષા કર્મચારીઓ તૈનાત હોય છે.
જો સંરક્ષિત વ્યક્તિ કોઈ સ્થળની મુલાકાત લેવા માંગે છે, તો પહેલા રૂટ નક્કી કરવામાં આવે છે.
આ પછી એડવાન્સ સિક્યોરિટી કોન્ટેક્ટ કરવામાં આવે છે.
સુરક્ષા એજન્સી હંમેશા 2 રૂટ નક્કી કરે છે. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે.
સંરક્ષિત વ્યક્તિ જેની સાથે મળવા માટે પ્રસ્તાવિત છે તે લોકોની સૂચિ બનાવવામાં આવે છે.


સુરક્ષાની કેટલી શ્રેણીઓ છે?
SPG કેટેગરી - સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપની સુરક્ષા હવે માત્ર વડાપ્રધાનને જ ઉપલબ્ધ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગભગ 3000 SPG જવાનો વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત છે. તમામ SPG કર્મચારીઓ ઓટોમેટિક ગન FNF-2000 એસોલ્ટ રાઇફલ સહિત તમામ આધુનિક હથિયારોથી સજ્જ છે. 2020-21ના બજેટમાં SPG સુરક્ષા માટે 592.55 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.


2019 સુધી વડાપ્રધાન સિવાય ગાંધી પરિવારને પણ આ સુરક્ષા આપવામાં આવતી હતી, પરંતુ સંસદમાં કાયદો પસાર કરીને સરકારે ગાંધી પરિવાર પાસેથી આ સુરક્ષા પાછી ખેંચી લીધી હતી.


Z+ સાથે NSG પ્રોટેક્શન  :  દેશના ગૃહમંત્રી સિવાય, આ સુરક્ષા નક્સલ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓને આપવામાં આવે છે. Z+ ઉપરાંત NSGના 10-12 'બ્લેક કેટ' કમાન્ડો તેમાં તૈનાત છે.


Z+ શ્રેણી : Z+ શ્રેણીની સુરક્ષામાં કુલ 58 જવાન તૈનાત છે. આમાં 10 સશસ્ત્ર સ્ટેટિક ગાર્ડ્સ, 6 PSO એક સમયે ચોવીસ કલાક, 24 જવાન 2 એસ્કોર્ટ્સમાં ચોવીસ કલાક, 5 ચોકીદારો બે શિફ્ટમાં રહે છે. આ સુરક્ષા શ્રેણી દેશની બીજી સૌથી વધુ સુરક્ષા શ્રેણી છે. હાલ સોનિયા-રાહુલના ઘણા VIPને આ સુરક્ષા આપવામાં આવી છે.


Z કેટેગરી- આ કેટેગરીની સુરક્ષામાં 4-5 NSG કમાન્ડો સહિત કુલ 22 સુરક્ષા ગાર્ડ તૈનાત છે. દિલ્હી પોલીસ, ITBP અથવા CRPF કમાન્ડો અને રાજ્યની સ્થાનિક પોલીસને Z શ્રેણીમાં સામેલ કરવામાં આવી છે. ઓફિસ અને ઘર બંને જગ્યાએ સુરક્ષાકર્મીઓ તૈનાત છે.


Y કેટેગરી - ઈન્ટેલિજન્સ બ્યુરોના રિપોર્ટમાં આ સુરક્ષા એવા લોકોને આપવામાં આવી છે જેઓ ઓછા જોખમમાં છે. આમાં કુલ 11 સુરક્ષાકર્મીઓ સામેલ છે, જેમાં બે કમાન્ડો પણ રહે છે.


X કેટેગરી - આ કેટેગરીની સુરક્ષા મેળવનાર વ્યક્તિ સાથે બે સુરક્ષા રક્ષકો તૈનાત છે. એક PSO (પર્સનલ સિક્યુરિટી ઓફિસર) પણ આમાં સામેલ છે.