વડોદરા : શહેરમાં નવલખી મેદાન પાસે બનાવેલા કુત્રિમ તળાવ પાસેથી ભગવાનની ખંડિત મૂર્તિઓ મળી આવી હતી. હનુમાનજી, ભાથુજી મહારાજ અને માતાજીની મૂર્તિઓ ખંડિત હાલતમાં મળી આવતા હિન્દુઓની આસ્થા દુભાઈ હતી. હિન્દુ સંગઠનોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. થોડાક સમય પહેલા ઓલ્ડ પાદરા રોડ પર કોર્પોરેશને મંદિરો તોડ્યા હતા. જેમાં હનુમાનજી, ભાથીજી મહારાજ અને દેવી દેવતાઓની મૂર્તિઓ પણ હતી. હિન્દુ સંગઠનોએ કોર્પોરેશનના અધિકારીઓ પર મૂર્તિ ખંડિત કરી ફેંકી દેવાનો આક્ષેપ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા કોંગ્રેસી નેતાઓની બેઠક, ડાયેટ કોક અને ચિકન સેન્ડવીચ અંગે થઇ ચર્ચા?


ખંડિત મૂર્તિઓ મળતાં કડક કાર્યવાહી કરવાની હિન્દુ સંગઠનોની માંગ કરી હતી. ખંડિત મૂર્તિ મામલે મેયર કેયુર રોકડીયાએ નિવેદન આપ્યું હતું કે, કોર્પોરેશને મૂર્તિને સંપૂર્ણ આસ્થા સાથે અન્ય મંદિરોમાં સ્થાપિત કરવામાં આવશે. અધર્મનું કામ કરનારા લોકોએ સસ્તી પ્રસિધ્ધિ મેળવવા આવી હરકત કરી હોઇ શકે છે. જે લોકો વિરોધ કરે છે તે મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આવું કરે છે. અમે જ્યાં મંદિરમાં મૂર્તિ સ્થાપિત કરી ત્યાં આરતી અને પૂજા કરવા જઈશું. મેયરે મંદિરમાં સોંપેલ મૂર્તિના ફોટો બતાવી આક્ષેપો નકાર્યા હતા.


GUJARAT CORONA UPDATE: નવા 28 કેસ, 34 દર્દી સાજા થયા એક પણ મોત નહી


વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહે નિવેદન આપતા જણાવ્યું કે, સમગ્ર મામલે પોલીસ તપાસ થવી જોઈએ. કોઈએ હિન્દુઓને ઉશ્કેરવા આવી હરકત કરી હતી. કોર્પોરેશને મૂર્તિ સહીસલામત અન્ય મંદિરોમાં સ્થાપિત કરી હતી. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહે જણાવ્યું કે, સમગ્ર મામલે પોલીસ તપાસ થવી જોઈએ. કોઈએ હિન્દુઓને ઉશ્કેરવા આવી હરકત કરી હતી. કોર્પોરેશને મૂર્તિ સહીસલામત અન્ય મંદિરોમાં સ્થાપિત કરવી જોઇએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube