રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા કોંગ્રેસી નેતાઓની બેઠક, ડાયેટ કોક અને ચિકન સેન્ડવીચ અંગે થઇ ચર્ચા?
જિલ્લાના બારડોલી ખાતે આજે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા. પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં દક્ષિણ ઝોનની બેઠક લેવામાં આવી હતી. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામા આવી છે. અને વિવિધ ઝોન ની બેઠકો શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે પ્રદેશ કોંગ્રેસનું મોવડી મંડળ હાજર રહ્યું હતું. પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત પ્રદેશના નેતાઓ ઉપસ્થિતિ જોવા મળી હતી.
Trending Photos
સુરત : જિલ્લાના બારડોલી ખાતે આજે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા. પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં દક્ષિણ ઝોનની બેઠક લેવામાં આવી હતી. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામા આવી છે. અને વિવિધ ઝોન ની બેઠકો શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે પ્રદેશ કોંગ્રેસનું મોવડી મંડળ હાજર રહ્યું હતું. પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત પ્રદેશના નેતાઓ ઉપસ્થિતિ જોવા મળી હતી.
2 કોંગી નેતાઓએ બારડોલીના સ્વરાજ આશ્રમ સ્થિત સરદાર પટેલ નિવાસ સ્થાને સુતરની આંટી પહેરાવી આશ્રમ મુલાકાત લીધી હતી. જ્યાં પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોઈ ચોક્કસ ચેહરાને લઈને ચૂંટણી યોજવા મામલે નિવેદન આપ્યું હતું. બારડોલી આવેલ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ વધુ એકવાર રાજ્યમાં કથળતી વ્યવસ્થાનો ઉલ્લેખ કરી હાલમાં જ આઈએએસ કે.રાજેશ સામે સી.બી.આઈ કાર્યવાહી અંગે પણ નિવેદન આપ્યું હતું.
બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે દક્ષિણ ઝોનની અગત્યની બેઠક પણ મળી હતી. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તાર સિવાય કોંગ્રેસની એક પણ બેઠક વિધાનસભામાં નથી. જેથી દક્ષિણ ઝોન મજબૂત કરવા પ્રદેશ પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા ચૂંટણી લક્ષી ચર્ચાઓ કરી હતી. સાથે જ આગામી 12 મી જૂનના રોજ રાહુલ ગાંધી બારડોલી આવનાર છે. જાહેરસભાનું પણ આયોજન છે. ત્યારે રાહુલ ગાંધીની સભા અને આગમન અંગે તૈયારીઓની પણ સમીક્ષા કરી યોગ્ય આયોજન કરવા બેઠકનું બારડોલી ખાતે આયોજન કરાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે