ભરતસિંહનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી સહિત અનેક લોકો થયા હોમ ક્વોરેન્ટાઇન
રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election) બાદ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki)નો કોરોના વાયરસ (Corona virus)નો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે.
ઝી બ્યૂરો/ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election) બાદ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki)નો કોરોના વાયરસ (Corona virus)નો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. રાજ્યસભાના ચૂંટણી સમયે ભરતસિંહ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો સિવાય ભરતસિંગ ચૂંટણી દરમિયાન ફરજ પર રહેલા અધિકારીઓના સંપર્કમાં પણ આવ્યા હતા. હવે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ. મુરલી ક્રિષ્ણન, સ્પેશિયલ ઓબ્ઝર્વર રાઘવ ચંદ્રા સહિત અન્ય લોકો હોમ ક્વોરેન્ટીન થયા છે.
ભરતસિંહનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો રાજ્યસભાની ચૂંટણી બાદ કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર બાદ ગઈકાલે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ દિલ્હીમાં પોતાના નિવાસ્થાને હોમ ક્વોરેન્ટીન થયા હતા. તો આજે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી ક્રિષ્ણન, દિલ્હીથી આવેલા સ્પેશિયલ ઓબ્ઝર્વર રાઘવ ચંદ્રા પણ દિલ્હીમાં પોતાના ઘરે ક્વોરેન્ટીન થયા છે. તો રિટર્નિંગ ઓફિસર ચેતન પંડ્યા, ભાજપના રાજ્યસભામાં વિજેતા બનેલા અભય ભારદ્વાજ પણ હોમ ક્વોરેન્ટીન થયા છે. હજુ આ યાદી લાંબી બનવાની શક્યતા છે.
રાજીવ સાતવનો રિપોર્ટ નેગેટિવ
તો ભરતસિંહ સાથે સંપર્કમાં રહ્યા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. હાલ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ રાજીવ સાતવ સરકારી નિયમ અનુસાર હોમ ક્વોરેન્ટીનમાં રહેશે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube