શૌલેશ ચૌહાણ/ સાબરકાંઠા: સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે વેપારીઓ દ્વારા આપવામાં આવેલ સ્વયંભૂ બંધને બીજા દિવસે પણ બજારો સજજડ બંધ રાખવામાં આવ્યા છે. કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવા માટે બજાર સ્વયંભૂ બંધ કરાયું છે. લારી ગલ્લા સહિત તમામ દુકાનો બીજા દિવસે પણ બંધ જોવા મળી હતી. રોડ અને બજારો સુમસામ જોવા મળ્યા હતા. મંગળવારથી પ્રાંતિજ બજાર રાબેતા મુજબ ખુલશે. 30 નવેમ્બર સુધી રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધી જનતા કરફ્યુ રહશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અક્ષરધામ મંદિર આ તારીખ સુધી રહેશે બંધ, ભક્તોને નહીં કરી શકે ભગવાનના દર્શન


રાજ્યમાં વધતા કોરોના કેસને લઇને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહિત ત્રણ મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ જાહેર કર્યું છે. ત્યારે આ પહેલા રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં 57 કલાકનું વિકેન્ડ કર્ફ્યુ જાહેર કરાયું હતું. જો કે, શુક્રવાર રાતે 9 વાગ્યાથી લાગુ કરાયેલું કર્ફ્યું આજે સવારે એટલે કે સોમવાર સવારે 9 વાગ્યા સુધી રાખવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રાજ્યમાં અનેક જગ્યાએ સ્વયંભૂ બંધ રાખવામાં આવી રહ્યું છે. જેને લઇને સાબરકાંઠાના પ્રાંતિજમાં વેપારીઓએ કોરોના સંક્રણમને અટકાવવા માટે બે દિવસથી સ્વયંભૂ બંધ રાખ્યું છે.


આ પણ વાંચો:- રાજ્ય સરકારના કર્ફ્યૂ બાદ 4 મહાનગરોના રસ્તા પર લોકોની ભીડ, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ


સાબરકાંઠાના પ્રાંતિજમાં સ્વયંભૂ બંધને આજે બીજો દિવસ છે. ત્યારે આજે પણ બજારો સજ્જડ બંધ રાખવામાં આવ્યા છે. લારી ગલ્લા સહિત તમામ દુકાનો બીજા દિવસે પણ બંધ જોવા મળી હતી. રોડ અને બજારો સુમસામ જોવા મળ્યા હતા. મંગળવારથી પ્રાંતિજ બજાર રાબેતા મુજબ ખુલશે. 30 નવેમ્બર સુધી રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધી જનતા કરફ્યુ રહશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube