ચેતન પટેલ/સુરત :પહેલા પાર્કિંગમાં અને હવે લગ્નની વાડીમાં કોવિડ સેન્ટર. સુરત શહેર કંઈક અવનવુ કરવામાં પ્રખ્યાત છે. ત્યારે હવે દેશમાં પ્રથમવાર લગ્નની વાડીમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું હોય તેવું સુરતમાં પહેલીવાર બન્યું છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ પાટીદાર સમાજની વાડીમાં 78 બેડનું કોવિડ સેન્ટર ઉભુ કરવામા આવ્યું છે. તેમજ અહીં તમામ પ્રકારની સુવિધા ઊભી કરાઈ છે. તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ત્યારે હવે કતારગામના કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓને અહી લાવવામાં આવશે. 


જેણે પણ આ વાત સાંભળી તેના હોંશ ઉડ્યા કે, કર્મચારીએ 12 વર્ષ સુધી બિયરના ટેન્કમાં પેશાબ કર્યું....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતનું કતારગામ કોરોનાનું એપિ સેન્ટર બની ગયું છે. અહી કોરોનાના કેસ કૂદકેને  ભૂસકે વધી રહ્યાં છે. આવામાં આ વિસ્તારમાં 2 કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ કેસનો આંક વટાવી જતા હવે પાટીદાર સમાજની વાડીમા કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. સુરતના મેયર ડો.જગદીશ પટેલના સમાજની આ વાડી છે. તેઓ આ વાડીમાં ટ્રસ્ટી પણ છે. તેથી તેઓએ લગ્નની આ વાડીને કોવિડ સેન્ટર તરીકે ઉભા કરવાની વાત વાડીના અન્ય ટ્રસ્ટીઓ સામે મૂકી હતી. જેથી તમામે સર્વાનુમતે હા પાડતા અહી કોવિડ સેન્ટર ઉભું કરાયું છે. 


દેશની બીજી COVID-19 Vaccine પણ તૈયાર, ઝાયડસ કેડિલાને મળી હ્યુમન ટ્રાયલની મંજૂરી 


પાલિકા દ્વારા અહી 78 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. પાલિકાની આરોગ્ય વિભાગની એક ટીમ અહી તૈનાત રહેશે. કતારગામમાં કોરોનાના લક્ષણો દેખાતા દર્દીઓને અહી લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દેશનો આ પહેલો એવો કિસ્સો છે, જ્યાં લગ્નની વાડીમાં કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું હોય. આ અગાઉ પણ સિવિલ હોસ્પિટલના મલ્ટીલેવલ પાર્કિંગમાં કોવિડ સેન્ટર ઉભું કરવામા આવ્યું હતું.


સુરત જિલ્લામાં 24 કલાકમાં કોરોના વાયરસ (Corona virus)ના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે.  જિલ્લામાં કુલ 239 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાં 191 અને ગ્રામ્યના 48 કેસનો સમાવેશ થાય છે. આ સાથે સુરત શહેરમાં અત્યાર સુધી 5084 અને ગ્રામ્યમાં 635 કેસ નોંધાયા છે. જિલ્લામાં સંક્રમિતોનો કુલ આંકડો 5719 પર પહોંચી ગયો છે. સુરતમાં આજે કુલ ત્રણ લોકોના મોત થયા છે. જેમાં બે મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે. કતારગામ, વરાછા અને ઉધના ઝોનમાં એક-એક મૃત્યુ થયા છે. આ સાથે જિલ્લામાં કુલ મૃત્યુઆંક 209 પર પહોંચી ગયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર