અહીં સર્જાયા કોમી એકતાના દ્રશ્યો; મુસ્લિમ પરિવારે ક્ષત્રિય સમાજની દીકરીનું મનભરી મામેરું કર્યું
નર્મદા જિલ્લાના બૂંજેઠા ગામના મુસ્લિમ પરિવારે ક્ષત્રિય સમાજની દીકરીના લગ્નમાં મોસાળું ભર્યું છે. મુસ્લિમ પરિવારે મામેરું આપીને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બૂંજેઠા ગામમાં મોટાભાગે ક્ષત્રિય સમાજના લોકોની વસ્તી છે. આ જ ગામમાં અહેમદભાઇ મન્સૂરી અને હસનભાઇ મન્સૂરીનો પરિવાર રહે છે. ત્યારે આ ગામમાં નજીકમાં જ રહેતા જયેન્દ્રસિંહ વાઘેલા સાથે તેઓને ઘર જેવા સંબંધ છે અને જયેન્દ્રસિંહની પુત્રી અંજલિના લગ્નમાં મન્સૂરી પરિવારે મન મૂકીને મામેરું ભર્યું છે.
ઝી બ્યુરો/નમર્દા: જિલ્લાના બૂંજેઠા ગામના મુસ્લિમ પરિવારે ક્ષત્રિય સમાજની દીકરીના લગ્નમાં મોસાળું ભર્યું છે. મુસ્લિમ પરિવારે મામેરું આપીને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બૂંજેઠા ગામમાં મોટાભાગે ક્ષત્રિય સમાજના લોકોની વસ્તી છે. આ જ ગામમાં અહેમદભાઇ મન્સૂરી અને હસનભાઇ મન્સૂરીનો પરિવાર રહે છે. ત્યારે આ ગામમાં નજીકમાં જ રહેતા જયેન્દ્રસિંહ વાઘેલા સાથે તેઓને ઘર જેવા સંબંધ છે અને જયેન્દ્રસિંહની પુત્રી અંજલિના લગ્નમાં મન્સૂરી પરિવારે મન મૂકીને મામેરું ભર્યું છે.
વિદાય લેતો શિયાળો ગુજરાતને ફરી ઠંડીથી ઠુંઠવાશે, લોકોને પડી શકે છે આ મોટી તકલીફ!
તિલકવાડા તાલુકાના બૂંજેઠા ગામના મુસ્લિમ પરિવાર તરફથી ક્ષત્રિયસમાજની દીકરીના લગ્નમાં મોસારુ પૂરું પાડી એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું ને આ લગ્નમાં મુસ્લિમ પરિવારના આમંત્રણથી જય શ્રીરામ પરિવારના ગુરુજી શ્રી અશ્વિન પાઠકજી પણ વિશેશ ઉપસ્થિત રહયા હતા.
PM લોકાર્પણ કરે તે પહેલાં સિગ્નેચર બ્રિજનું નામ બદલાયું; જાણો હવે કયા નામથી ઓળખાશે?
ઉલ્લેખનીય છે કે તિલકવાડા તાલુકામા આવેલું બુંજેઠા ગામ જ્યાં મોટે ભાગે ક્ષત્રિય સમાજના લોકોની વસ્તી આવેલી છે. આ જ ગામના અહેમદભાઈ મન્સૂરી અને હસનભાઈ મન્સૂરી નામક મુસ્લિમ પરિવાર રહે છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી બૂંજેઠા ગામે રહેતા હોય અને તેમના જ નજીકમાં રહેતા એક વાઘેલા જ્યેન્દ્રસિંહ કિશોરસિંહ સાથે તેમના ઘર જેવા સંબંધ હોવાથી તેમની દીકરી અંજલિ વાઘેલાને મન્સૂરી પરિવારે પોતાની દીકરી માની હતી.
તમે 18 લઈ જાવ પણ આ 8 તો અમે જ લઈશું, ગુજરાત લોકસભા માટે AAPની કોંગ્રેસને ફોર્મ્યુંલા
આજ રોજ જ્યેન્દ્રસિંહ વાઘેલાની દીકરીના લગ્ન હોય ત્યારે બૂંજેઠા ગામના મુસ્લિમ મન્સૂરી પરિવાર તરફથી આ દીકરીને મોસાડુ(મામેરું) આપવામાં આવ્યું છે. આ મોસાડામા ફ્રીજ. ટીવી, કપડા, તેમજ રોકડ રૂપિયા અને ઘરવખરીની સામગ્રી મન્સૂરી પરિવાર તરફથી આપવામાં આવી. ત્યારે આ ક્ષણે મુસ્લિમ પરિવાર ભાવુક થયા હતા. ત્યારે મુસ્લિમ પરિવાર તરફથી રાજપૂતની દીકરીને મોસાડુ આપવામાં આવતા કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા અને ઉપસ્થિત સૌ કોઈ ભાવુક થઈ ઉઠ્યા હતા.
ગુજરાતના આ ગામોના પાણીના તળ ઉંચા આવી જશે, સરકાર ખર્ચી રહી છે 3,259 લાખ રૂપિયા