વિદાય લેતો શિયાળો ગુજરાતને ફરી ઠંડીથી ઠુંઠવાશે! ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ, દરેકને પડી શકે છે આ તકલીફ

Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલ ઠંડી, ગરમી આ વરસાદની મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. વહેલી સવારે અનેક શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે. ત્યારે ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડીમાં વધારાની આગાહી કરી છે. બીજી બાજુ ભેજ અને વધતું તાપમાન બંને તમારા ગળાને નુકસાન પહોંચાડી શકે છે. સુકી હવા મુશ્કેલીનું કારણ બની શકે છે. આ ઉપરાંત એસીમાં રહેવું પણ તમારા ગળાની ખરાશમાં વધારો કરી શકે છે.    

1/5
image

રાજ્યમાં આગામી 3 દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે. હવાની દિશા બદલાતી હોવાથી આગામી 3 દિવસ ઠંડીનો ચમકારો રહેશે, કારણ કે, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, તો આગામી 5 દિવસ માટે સૂકું વાતાવરણ રહેશે અને 3 દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થશે.

2/5
image

ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં તારીખ 24, 25 અને 26માં વાદળછાયુ વાતાવરણ રહેશે તેવું જણાવ્યુ છે. 28-29 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા છે તેવું પણ આગાહીમાં જણાવ્યુ છે.

જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન

3/5
image

ઉત્તર ભારતમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. ઠંડી ખતમ થવાને આરે છે અને ગરમીની શરૂઆત થવાની તૈયારી છે. જો કે આ બધા વચ્ચે વરસાદ અને હિમવર્ષાએ બધાને ચોંકાવી દીધા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) નું કહેવું છે કે વરસાદ અને હિમવર્ષાનો સિલસિલો કેટલાક દિવસ સુધી ચાલુ રહેશે. 

4/5
image

હવામાન વિભાગના જણાવ્યાં મુજબ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયી વિસ્તારોમાં 24 ફેબ્રુઆરીએ જોવા મળી શકે છે. જેના કારણે શનિવારથી લઈને મંગળવાર સુધી વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને પશ્ચિમી વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન....

કેવું રહેશે ગુજરાતનું હવામાન

5/5
image

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ પવનની દિશા બદલાતા વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં પવનની દિશા બદલવાવવાની સાથે હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના વાયરા ફૂંકાઈ રહ્યા છે. પશ્ચિમ તરફથી આવતા ભેજવાળા પવનના કારણે અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં બુધવારની સરખામણીમાં ગુરુવારે 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી બે  દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. બે દિવસ બાદ ફરીથી તાપમાન વધવાની શક્યતા છે.