પરણિત યુવક હતો ત્રીજા લગ્નની ફિરાકમાં, પહેલી પત્નીને શંકા જતા સમગ્ર મુદ્દો ખુલ્યો
ચલા ખાતે રેડિમેટ કપડાની દુકાન ધરાવતા ધવલ નામના યુવકે એક યુવતી સાથે લગ્ન કર્યા હોવા છતા પણ 19 વર્ષિય યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કર્યા હોવાની ફરિયાદ વાપી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ફરિયાદમાંયુવતીએ જણાવ્યું છે કે, દુકાનમાં કામ કરતી વખતે ધવલનાં પ્રેમમાં પડી હતી. ત્યાર બાદ બંન્ને રાજસ્થાન અને માઉન્ટ આબુ ફરવા માટે ગયા હતા. જ્યાં તેને વારંવાર ફોન આવતા હતા. જો કે તે ફોન નહી ઉપાડતા શંકા ગઇ હતી. પરિવારજનોને સમગ્ર વિગત જણાવતા તપાસ કરતા ધવલ પરણિત હોવાનું બહાર આવ્યું હતું. એક યુવતી પાસેથી પૈસા લીધા હતા. તેને પણ લગ્નનું બહાનું કર્યું હતું.
વાપી: ચલા ખાતે રેડિમેટ કપડાની દુકાન ધરાવતા ધવલ નામના યુવકે એક યુવતી સાથે લગ્ન કર્યા હોવા છતા પણ 19 વર્ષિય યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કર્યા હોવાની ફરિયાદ વાપી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ફરિયાદમાંયુવતીએ જણાવ્યું છે કે, દુકાનમાં કામ કરતી વખતે ધવલનાં પ્રેમમાં પડી હતી. ત્યાર બાદ બંન્ને રાજસ્થાન અને માઉન્ટ આબુ ફરવા માટે ગયા હતા. જ્યાં તેને વારંવાર ફોન આવતા હતા. જો કે તે ફોન નહી ઉપાડતા શંકા ગઇ હતી. પરિવારજનોને સમગ્ર વિગત જણાવતા તપાસ કરતા ધવલ પરણિત હોવાનું બહાર આવ્યું હતું. એક યુવતી પાસેથી પૈસા લીધા હતા. તેને પણ લગ્નનું બહાનું કર્યું હતું.
લવ જેહાદનો કાયદો તો લાવો જ પરંતુ સાથે આદિવાસી દિકરીઓનાં વેચાણને પણ અટકાવો: વસાવા
Dy.SP મનોજ શર્માએ જણાવ્યું કે, વાપીમાં 19 વર્ષની યુવતી નોકરી શોધવા માટે વાપીના ચલા ખાતે આવેલી રેડિમેડ કપડાની દુકાનમાં મુખ્ય આરોપી ધવલને મળી હતી. તેની દુકાનમાં નોકરી કરતી હતી. તે દરમિયાન આ યુવતી ધવલનાં પ્રેમમાં પડી ગઇ હતી. 12-10-2020ના દિવસે વલસાડમાં સતીમાતાના મંદિરે બંન્નેએ માતા પિતાથી છુપાવીને ધવલ સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ રાજસ્થાન સહિતના સ્થળે ફરવા માટે ગયા અને ફરવા માટે ગયા બાદ પરત ફર્યા હતા. તે દરમિયાન તેમણે નક્કી કર્યું કે આપણે ભાગી જઇએ, ઘરે કોઇને કહેવું નથી. તેઓ ફરી રાજસ્થાન, આબુ ફરવા માટે ગયા હતા.
Gujarat Corona Update: રાજ્યમાં નવા 1110, 1236 સાજા થયા, 11 દર્દીઓનાં મોત
બીજી વખત રાજસ્થાન અને માઉન્ટ આબુ ફરવા માટે ગયા ત્યારે ધવલ પર કેટલાક ફોન આવતા હતા, જો કે ધવલ ફોન ઉપાડતો નહોતો. યુવતીને તેના પર શંકા જતા ફોન કેમ ઉપાડતો નથી. તેવું પુછતા યુવતીએ ઘરે આવીને માતા પિતાને વાત કરી મે 12-10ના રોજ પ્રેમ લગ્ન કરી લીધા છે. જો કે જે વ્યક્તિ છે તે ઉમરગામ રહે છે તેના ઘરે જઇને તપાસ કરો. આ યુવતીના પિતા અને પરિવારજનોએ ઉમરગામ તપાસ કરતા બીજી યુવતી સાથે લિવ ઇનમાં રહે છે. આ યુવતી સાથે બે મહિના પહેલા લગ્ન કર્યા છે. યુવતીએ ધવલ સાથેના લગ્ન ફોટા સહિતનું બધુ જ બતાવ્યું હતું. જેથી ખબર પડી કે બીજા લગ્ન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube