ઝી બ્યુરો/સુરત: સુરતના અમરોલી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપ કરી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાના કિસ્સા બની રહ્યા છે, ત્યારે વધુ એક યુવાન આ ટોળકીનો ભોગ બન્યો હતો. છાપરાભાઠા ગામના એક ફ્લેટમાં યુવાનને લઇ જઈ મહિલા સાથે ફોટા પાડી નકલી પોલીસ બનીને 3.50 લાખ પડાવવાના ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત કોંગ્રેસને સૌથી મોટી હાશ! નિલેશ કુંભાણીનું ફોર્મ નથી થયું રદ, આવતીકાલે સુનાવણ


વરાછાના બરોડા પ્રિસ્ટેજ ખાતે રહેતો 36૬ વર્ષીય યુવાન સાડીના જોબવર્કનું કામકાજ કરે છે.ગુગલ પર એક વેબસાઈટ જોઈને આ યુવાન ભેરવાયો હતો. વેબસાઈટ પર યુવતીઓના ફોટા પર ક્લિક કર્યું અને એક નંબર આવ્યો યુવાને કોઈ પણ જાતની ખાતરી કરી નહોતી અને પછી જે વોટ્સએપ પર નંબર આવ્યો હતો, તેના પર યુવાને વાતચીત કરી હતી. આ દરમ્યાન યુવતીએ યુવકને મળવા બોલાવ્યો હતો. 


ફરી આંધી-વંટોળ સાથે ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ભયાનક આગાહી


અમરોલી છાપરાભાઠા રોડ પર આવેલા પોકેટ મોલ પાસે ઋતુરાજ એપાર્ટમેન્ટના સી.604 નંબરના ફલેટમાં યુવકને મળવા બોલાવ્યો હતો. જયારે યુવક ત્યાં ગયો ત્યારે એક મહિલા અને એક યુવતી હતી. યુવતી સાથે યુવાન રૂમમાં ગયો. આ દરમ્યાન જ કોઈએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો અને યુવતીએ દરવાજો ખોલી નાખ્યો હતો અને ત્રણ જણા રૂમમાં ઘુસી ગયા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અમે ડીસ્ટાફમાંથી આવીએ છીએ. તેમ કહીને યુવાનને ડરાવ્યો હતો. 


ક્ષત્રિયોએ શરૂ કર્યું "ઓપરેશન રૂપાલા", જાણો ભાજપનું સિંહાસન કેટલું છે જોખમમાં?


યુવાને મારા પર કેસ નહિ કરશો હું બે લાખ રૂપિયા આપવા માટે તૈયાર છું તેમ કહેતા નકલી પોલીસ બનીને આવેલા ત્રણ પૈકી એક એ સાહેબ સાથે વાત કરીને કહું છું એમ કહીને બહાર ગયા બાદ થોડીવારમાં પાછો આવીને રૂ.4 લાખની માંગણી કરી હતી અને અંતે યુવાન રૂ.3.50 લાખ આપવા માટે તૈયાર થયો હતો અને તેના સાઢુભાઈને બોલાવીને રૂ.3.50 લાખ આપી દીધા હતા. 


રૂપાલાના ફોર્મ સામે અપક્ષ ઉમેદવાર દેસાણીએ 34 વાંધા ઉઠાવ્યા, એક પણ મંજૂર નહીં


આ બનાવ તારીખ 09/12/2023ના રોજ બન્યો હતો. જે તે સમયે તો યુવાને બદનામીના ડરથી કોઈને કશું કહ્યું નહોતું પણ અમરોલી વિસ્તારમાં હનીટ્રેપના બનાવો બન્યા હોવાનું સમાચારમાં સાંભળી યુવાનમાં હિંમત આવી હતી અને તેણે ગઈકાલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આજે હનીટ્રેપ કરતી ટોળકીના હરેશ રાજુ સરવૈયા નામના ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ આજ રીતે હની ટ્રેપ કરવાના ગુનામાં કતારગામ અને વરાછામાં ગુના નોંધાઈ ચુક્યા છે.