ફરી આંધી-વંટોળ સાથે ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ભયાનક આગાહી

Gujarat Weather: ગુજરાતની સાથે દેશમાં સતત ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. 11 રાજ્યોમાં હીટવેવથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાત સહિત ચાર રાજ્યોમાં હીટવેવની સ્થિતિ વિકટ બી છે. ત્યારે રાજ્યમાં મે મહિનામાં ફરી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એક મોટી આગાહી કરી છે. 

1/7
image

અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. અરબ સાગર  ગરમ થવાને લઇ અરબ સાગરનો ભેજ ભર ઉનાળામાં પશ્ચિમ ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ચક્રવાતો લઇને આવશે. ત્યારે મે માસમાં ફરી આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક નુકસાનથી બચવા આગોતરી તૈયારી કરવાની સલાહ અપાઇ છે. 

2/7
image

ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. રાજ્યમાં 24 એપ્રિલથી 27 એપ્રિલ સુધી ગરમી વધ્યા બાદ 4મે સુધી ગરમી ઓછી રહેવાની આગાહી કરાઇ છે. જે બાદ 4 મે બાદ ફરી ગરમીમાં વધારો જોવા મળશે. રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. તેવામાં 24 થી 27 એપ્રિલ વચ્ચે ગરમી વધવાની આગાહી કરાઇ છે.

3/7
image

એપ્રિલના ત્રીજા સપ્તાહમાં આકાશમાંથી અગનગોળ વરસી રહ્યા છે. દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થયો છે. ગુજરાતમાં 40 થી 42 ડિગ્રી વચ્ચે તાપમાન પહોંચ્યુ છે. તમામ રાજ્યોમાં સામાન્ય કરતા 2 થી 4 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. હાલ તો ગુજરાતમાં ગરમીનો પારો થોડો નીચે આવ્યો છે, પરંુતં આગામી 3 થી 4 દિવસ હીટવેવની આગાહી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું હતું આ વખતે ગરમી 10 વર્ષનો રેકોર્ડ તોડશે.

4/7
image

રાજ્યના ડઝનથી વધુ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જોકે, કાળઝાળ ગરમી સામે લોકોને થોડી રાહત મળી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થયો છે. મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાય છે. અમદાવાદમાં તાપમાન 39.5 ડિગ્રી પર પહોંચ્યું, જ્યારે કે ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું છે. 

હજુ એક અઠવાડિયુ ગરમીનો પ્રકોપ રહેશે

5/7
image

હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ એક અઠવાડિયુ ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી. સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર, તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઘટી શકે છે. ભારતમાં હીટવેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળે છે. હવે તો માર્ચ મહિનાના અંતથી હીટવેવની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે. પરંતું તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહિ આવે.

ચોમાસું સારું જશે તેની આગાહી

6/7
image

આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 27 એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે. જોકે, 10 થી 12 મેંમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે. આકરી ગરમી વચ્ચે ચોમાસું સારુ જવાની આગાહી આવી છે. જે ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે. 

7/7
image

આગાહી મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ સારુ રહેશે. દેશમાં 104 થી 110 ટકા વરસાદ નોંધાશે. દેશમાં સરેરાશ 89 CM વરસાદ પડી શકે છે. ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ 666.8 mm વરસાદ નોંધાવાની શક્યતા છે. દેશમાં ચોમાસું 1 જુન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે. તો ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાય તેવી આશંકા છે. અલનીનોની અસર ઘટતા ચોમાસું સારું રહેશે.