ધોળકામાં રહેતા પરિવારનો સામુહિક આપઘાતનો પ્રયાસ; પિતા-પુત્રનું કરૂણ મોત, બે સારવાર હેઠળ
ધોળકાના મફલીપરા વિસ્તારમાં આજે એક પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવતા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ઝી બ્યુરો/અમદાવાદ: ધોળકામાં રહેતાં મફલીપરા વિસ્તારના એક પરિવારે કોઈ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનો ચકચારી બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આપઘાતના આ બનાવમાં પરિવારને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, જ્યાં સારવાર દરમિયાન પિતા-પુત્રનું મોત થયું છે. જ્યારે બે વ્યક્તિ સારવાર હેઠળ છે. પરંતુ આત્મહત્યા કરવા પાછળનાં કારણોની ધોળકા પોલીસ તપાસ હાથ ધરી છે. આત્મહત્યાના બનાવને પગલે ધોળકામાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
બ્રહ્મા-વિષ્ણુ-મહેશને બાજુએ મૂકીને ભગવાન ન બની જવાય... હવે માયાભાઈ આહીર બગડ્યા
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ધોળકાના મફલીપરા વિસ્તારમાં આજે એક પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવતા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર દીકરીએ લવ મેરેજ કર્યા હોવાના પગલે માઠું લાગી આવતા પરિવાર આપઘાત કર્યો હતો. જેમાં પિતા-પુત્રનું કમકમાટીભર્યું મોત થયું છે, જ્યારે બે વ્યક્તિ સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા છે.
PMના આ સ્વપ્નને સફળ બનાવવા ગુજરાત મક્કમ! તમામ જિલ્લાઓને મળ્યો ODF+ જિલ્લાનો દરજ્જો
મહત્વનું છે કે ધોળકાના આ પરિવારે સામુહિક આપઘાતનો બનાવ ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. પરંતુ તેમ છતાં પરિવારે કયાં કારણોસર ઝેરી દવા પી લીધી તે જાણી શકાયું નથી. ધોળકો પોલીસે કારણો જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે.
ફરી મેઘો મંડાયો! આ વિસ્તારોમાં આગામી 7 દિવસ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદની આગાહી