ગુજરાતમાં ફરી મેઘો મંડાયો! આ વિસ્તારોમાં આગામી 7 દિવસ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદની આગાહી

Weather Forecast: આગામી 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને પંચમહાલ, દાહોદ, ગોધરા, નવસારી, ડાંગ, સાપુતારા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાતમાં ફરી મેઘો મંડાયો! આ વિસ્તારોમાં આગામી 7 દિવસ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદની આગાહી

Gujarat Weather Forecast: રાજ્યમાં છેલ્લા એક મહિનાથી મેઘરાજા ગુજરાતથી રિસાયેલા છે. જોકે, આજે વહેલી સવારથી ફરીથી મેઘરાજાએ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગમન કર્યું છે. ત્યારે વરસાદની રાહ જોતા ખેડૂતો માટે એક રાહતના સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 

આખા ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગરહવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, દિવ, રાજકોટ અને જામનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. 7 સપ્ટેમ્બરથી ઉત્તર ગુજરાતમાં વરસાદની ગતિ વધશે. જેના કારણે અમદાવાદમાં 3 દિવસ વાદળછાયું વાતાવરણ બની રહેશે. 8 સપ્ટેમ્બરે અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. જેના કારણે ગુજરાતમાં ગાજવીજ અને વીજળીના કડાકભડાકા સાથે વરસાદ નોંધાશે.

નવસારી, ડાંગ, ગોધરા અને સાપુતારા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને પંચમહાલ, દાહોદ, ગોધરા, નવસારી, ડાંગ, સાપુતારા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.બે દિવસ કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેશે.ગુજરાતમાં 7 થી 10 તારીખ દરમિયાન વરસાદનું જોર વધશે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.હવામાન વિભાગના અનુસાર, ગુજરાત રાજ્યમાં આગામી અઠવાડિયામાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. 

જેમાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ , દાદરાનગર, છોટાઉદેપુર અને નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. તો અમદાવાદ, ખેડા, દાહોદ, મહીસાગર અને પંચમહાલમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. આ સિવાય સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. જેમાં અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદની સંભાવના છે.

હવામાન નિષ્ણાતો પણ જણાવે છે કે, આજથી ૧૦ સપ્ટેમ્બર સુધી ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. આ સમયગાળામાં બંગાળના ઉપસાગરમાં વરસાદ લાવનારી મજબૂત સિસ્ટમ બનશે, જે આંધ્રપ્રદેશ, ઓડિશા થઈને મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ લાવશે. પહેલા સપ્તાહના અંતમાં અને બીજા સપ્તાહના અંત વચ્ચે રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. તો ૧૩થી ૨૦ સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટાંની પણ સંભાવના છે. આ દિવસોમાં અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનશે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ પડશે.

7 અને 8 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેમણે 6 સપ્ટેમ્બરથી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. તેમજ આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદનું પ્રમાણ વધેલું જોવા મળશે અને જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વધુ જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news