ગુજરાતના શિક્ષણજગતમાં વધુ એક કૌભાંડ, હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો Mass Copying કેસ આવ્યો લપેટામાં...
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા કૌભાંડો ધીરે ધીરે બહાર આવી રહ્યાં છે. લોકરક્ષક પરીક્ષા (LRD Exam), બિનસચિવાલય પરીક્ષા (Binsachivalay exam) માં છબરડો, ગોંડલના ભાજપના અગ્રણીનો ડમીકાંડ (Dummy Student) બાદ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જેમા માસ કોપી (Mass Copying Case) નો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 34 જેટલા વિદ્યાર્થીઓના ઉત્તરવહીમાં એકસરખો જવાબ મળી આવતા આ મામલો ચર્ચાના ચગડોળે ચગ્યો છે.
અમદાવાદ :ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા કૌભાંડો ધીરે ધીરે બહાર આવી રહ્યાં છે. લોકરક્ષક પરીક્ષા (LRD Exam), બિનસચિવાલય પરીક્ષા (Binsachivalay exam) માં છબરડો, ગોંડલના ભાજપના અગ્રણીનો ડમીકાંડ (Dummy Student) બાદ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જેમા માસ કોપી (Mass Copying Case) નો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 34 જેટલા વિદ્યાર્થીઓના ઉત્તરવહીમાં એકસરખો જવાબ મળી આવતા આ મામલો ચર્ચાના ચગડોળે ચગ્યો છે.
ચર્ચાના ચગડોળે ચઢ્યું અમદાવાદની શેઠાણી અને નોકર વચ્ચેનું પ્રેમ પ્રકરણ
પ્રાપ્ત માહિતી અનુસાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.એ ઈતિહાસના વિષેયના સેમેસ્ટરની પરીક્ષા લેવાઈ હતી. જેમાં 34 જેટલા ઉત્તરવહીમાં એકસરખુ લખાણ મળી આવ્યું હતું. એટલે કે, આ તમામ વિદ્યાર્થીઓએ માસ કોપી કરી હોવાનું કહી શકાય. ત્યારે આ મામલો સામે આવતા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચર્ચામાં આવી છે. હાલ આ મામલે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પેપર ક્યાં સેન્ટરના છે, ઉત્તરવહી કોની-કોની છે તે અંગે લિગલ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હિયરીંગ બાદ આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનેકવાર વિવાદોમાં આવતી રહે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપ-કુલપતિએ કહ્યું કે, આ મામલે કડક પગલાં લેવામાં આવશે. યુનિવર્સિટીઓની પરીક્ષામાં કોઈ જ ગેરરીતિ સહન કરવામાં નહીં આવે. દોષિતોને સજા કરવામાં આવશે.
Unjha Lakshachandi Mahayagya: પહેલા જ દિવસે પાટીદારોએ દિલ ખોલીને મા ઉમિયા પર દાન વરસાવ્યું
હાલ ચર્ચામાં છે ગોંડલનો ડમીકાંડ
રાજકોટ જિલ્લાના ગોંડલની એમબી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અલ્પેશ ઢોલરિયા બદલે ડમી વિદ્યાર્થીએ પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે. ગોંડલ ભાજપના નેતા અલ્પેશ ઢોલરીયાના બદલે ધર્મેશ નામના વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જોકે, ડમી પ્રકરણને 11 દિવસ બાદ પણ ભાજપના નેતા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરાઈ નથી. તો બીજી તરફ, ભાજપ નેતાને બચાવવા રાજકોટ જિલ્લાના ટોચના નેતાઓ મેદાનમાં પડ્યા છે. 11 દિવસ બાદ પણ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....