ગૌરવ પટેલ, અમદાવાદ: કોંગ્રેસના નેતાઓ સામે સોશિયલ મીડિયામાં અભદ્ર ટીપ્પણી કરનાર સામે ગુજરાત કોંગ્રેસ સોશિયલ મીડિયાના કાર્યકરો માસ એફઆઇઆર નોંધાવશે. આજે યોજાયેલા ગુજરાત કોંગ્રેસ સોશિયલ મીડિયાની કારોબારી અને સ્નેહ મિલન સમારોહમાં આ નિર્ણય લેવાયો હતો. સાથે આજે કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગ દ્વારા બારકોડ સીસ્ટમ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત કોઇ પણ કોંગ્રેસનો કાર્યકર પોતાના ફેસબુક એકાઉન્ટથી બારકોડ સ્કેન કરી ગુજરાત કોંગ્રેસ પ્રમુખ વિધાનસભા વિરોધપક્ષના નેતા ગુજરાત કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસ સોશિયલ મીડિયાના પેજ સાથે જોડાઇ શકશે. સાથે આજે એક મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચવા માટે અહીં ક્લિક કરો: જસદણ જીતવા કોંગ્રેસે ખડકી ધારાસભ્યો અને હોદ્દેદારોની ફોજ


આ કારોબારી બેઠકમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમની પર સાયબર ક્રાઇમના થતા કેસ અંગે અને સોશિયલ મીડિયામાં કોંગ્રેસના નેતાઓ સામે થતી અભદ્ર ટીપ્પણી કરવા અંગેની ફરિયાદ થઇ જેને લઇ સમગ્ર ગુજરાતમાં આવી ટીપ્પણી કરતા લોકો સામે માસ એફઆઇઆર કરવાનો નિર્ણય કર્યો છે. જસદણ વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ સોશિયલ મીડિયા દ્વારા કંટ્રોલ રૂમ ઉભો કરી પ્રચાર કરાવામાં આવશે.


વાંચવા માટે અહીં ક્લિક કરો: 7 પેજની સ્યુસાઇડ નોટ લખીને સુરતના યોગગુરૂએ કર્યો આપઘાતને પ્રયાસ


આ પ્રસંગે ઓલ ઇન્ડિયન કોંગ્રેસ સમિતિના સોશિયલ મીડિયાના કોર્ડિનેટર રૂચીર ગુપ્તાએ કાર્યકરોને લોકસભા 2019ની ચૂંટણી માટે પ્રચારના પાઠ ભણાવ્યા હતા. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા ટીમનો સભ્ય દરેક બુથ સુધી પહોંચવો જોઇએ. સોશિયલ મીડિયામાં કોંગ્રેસના નેતાઓના મોર્ફ કરેલા વાયરલ થયેલા ફોટો અને વીડિયોની સામે સાચી હકિકત રાખી લોકો સુધી પહોંચાડવા માટે આહવાન કર્યું હતું. સાથે જ યુપીએ એક અને બેની સિદ્ધિઓ અને વર્તમાન સરકારની નિષ્ફળતાઓને સોશિયલ મીડિયા થકી લોકો સુધી પહોંચાડવા માટે કહ્યું હતું.


વાંચવા માટે અહીં ક્લિક કરો: આને કહેવાય હાઇપ્રોફાઇલ ચોર, આ માસ્ટર માઇન્ડ હરિયાણાથી ફ્લાઇટમાં ચોરી કરવા આવતો ગુજરાત


ગુજરાત કોંગ્રેસ સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ હેમાંગ રાવલે કહ્યું કે, કોંગ્રેસના કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીની સોશિયલ મીડિયાની પેઇડ ટીમ દ્વારા ટ્રોલ કરી ખોટા કેસ કરવામાં આવે છે. જ્યારે કોંગ્રેસના કાર્યકર વિચારધારાને લઇને આગળ વધે છે. જો કોઇ કાર્યકરે સોશિયલ મીડિયા પર કોઇ નેતા વિશે અભદ્ર ટીપ્પણી કરી હશે તો તેની સાથે કોંગ્રેસ સહમત નથી.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...