બ્રિજેશ દોશી/અમદાવાદઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત સાબરમતી આશ્રમ ખાતે નાગરિક સમિતિના નેજા હેઠળ સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટ માટે કાર્યક્રમ યોજાયો હતો. બિનરાજકીય મંચ પરથી યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પૂર્વ લોકાયુક્ત જસ્ટિસ સોની  ઉપસ્થિત રહી દેશના નાગરિકોને CAA કાયદા અંગે જાગૃતિ લાવવા આહવાન કર્યું હતું. તો સાથે જ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં હિન્દૂ લઘુમતીઓ પર થતા ધાર્મિક અત્યાચારના કારણે આ અધિનિયમના સમર્થનમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રની મોદી સરકારે આઝાદીના 70 વર્ષ બાદ નાગરિકતા સંશોધન અધિનિયમ લોકસભા અને રાજ્ય સભામાં બહુમતીના જોરે પસાર કર્યા બાદ કોંગ્રેસ અને વિરોધી પક્ષો દ્વારા ઠેર ઠેર CAA કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વિરોધની આગને ઠારવા અને દેશની જનતાને આ કાયદા વિશે સાચી માહિતી આપવા યોજાયેલા કાર્યક્રમમાં પાકિસ્તાનમાંથી વિસ્થાપિત થઈને આવેલા 200 જેટલા હિંદુ પરિવારોનું સ્વાગત કરાયું હતું.


આ કાર્યક્રમમાં આવેલા નાગરિકોને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આજે કેટલાક લોકોથી મોદી સરકારની સારી કામગીરી સહન થતી નથી. જેના કારણે દેશને તોડવાનું કામ કરી રહ્યાં છે. કોંગ્રેસ, ડાબેરીઓ અને મમતા બેનરજી પોતાની વોટબેંકની રાજનીતિ માટે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.


આંતરરાજ્ય અને જિલ્લા પોલીસ ચેકપોસ્ટ દૂર કરવા મુદ્દે ઉઠેલા વિવાદ બાદ રાજ્ય સરકારની સ્પષ્ટતા


લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ તેના ચૂંટણી ઢઢેરામાં રામ મંદિર, 370, ત્રિપલ તલાક, CAA અને NRC લાગુ કરવાની વાત કરી હતી. તેના આધારે જનતાએ ભાજપને 303 બેઠકો આપી હતી. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો દેશના રસ્તા પર ઉતરી જાતિવાદ ફેલાવાનો પ્રયાસ કરે છે. ભારતમાં મુસ્લિમ સુખી છે એટલા માટે તેમની વસ્તી વધીને 14 ટકા પહોંચી છે. જ્યારે પાકિસ્તાનમાં 22 ટકા હિન્દૂ હતા જે ઘટીને 3 ટકા રહ્યા છે કારણ કે ત્યાં તેમના પર અત્યાચારો અને બળાત્કાર થાય જેના કારણે તેઓ ભારત આવે છે.


CAA કાયદાના સમર્થનમાં વડોદરામાં વિશાળ રેલી, તિરંગા સાથે હજારોની સંખ્યામાં લોકો જોડાયા


CAA કાયદા ને લઈ જે રીતે વિપક્ષ મોદી સરકારને ઘેરી રહ્યો હતો તેવા સમયે વિશ્વની સૌથી મોટી પાર્ટીનું સંગઠન લોકો સુધી સરકારની વાત પહોંચાડી શક્યું નહીં. જેના કારણે RSSએ મેદાને આવવું પડ્યું. સમગ્ર ગુજરાતમાં આજે યોજાયેલી રેલીઓ નાગરિક સમિતિઓ વડપણ હેઠળ યોજાઈ જેમાં મોટાભાગના લોકો RSS સાથે જોડાયેલા છે અને આ રેલીઓને ભાજપ અને સરકારે સમર્થન આપ્યું. આમ વધુ એકવાર RSS એ મેદાને ઉતરી સરકારની નીતિઓનો બચાવ કર્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....