ભાજપે નવા પ્રમુખોની નિમણૂંકો માટે બનાવ્યા નવા માપદંડ, આવા નેતાઓને જ મળશે સ્થાન
Gujarat BJP Organization Changes : ગુજરાત ભાજપે ઉત્તરાયણ સુધીની ગણતરી માંડી, જાન્યુઆરીના આ સપ્તાહમાં મળી શકે છે નવા પ્રદેશ પ્રમુખ... તે પહેલા શહેર જિલ્લા પ્રમુખની નિમણુકને લઈને મહત્વના સમાચાર... શહેર જિલ્લા પ્રમુખની નિમણુકને લઈને બેઠકમાં થયું મંથન
Trending Photos
Gujarat Poltiics ગાંધીનગર : ભાજપ હાલ ગુજરાતમાં નવું સંગઠન બનાવવાના કામમાં લાગ્યું છે. હાલમાં જ ગુજરાત ભાજપ દ્વારા બૂથ કમિટીઓ અને મંડલ પ્રમુખોની જાહેરાત કરી હતી. ત્યારે હવે મહાનગર અને જિલ્લા પ્રમુખોનો વારો છે. ત્યારે આ મામલે 50 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ હાથ ધરાશે.
શહેર જિલ્લા પ્રમુખની નિમણુકને લઈને મહત્વના સમાચાર
- શહેર જિલ્લા પ્રમુખની નિમણુકને લઈને બેઠકમાં થયું મંથન
- નિરીક્ષક સાથે ક્લસ્ટર ઇન્ચાર્જ પણ જશે સેન્સ માટે
- પ્રમુખ બનવા માટે ઓછામાં ઓછાં 3 વખત સક્રિય સભ્ય હોવા જરૂરી
- વાવ - થરાદ અને બનાસકાંઠાનાં જિલ્લા પ્રમુખો મુદ્દે પણ બેઠકમાં નિર્ણય
- 60 વર્ષની વય મર્યાદા થશે અમલી, નાણાકીય કે અન્ય કોઈ વિવાદમાં નાં હોય તેવા ને જ મળશે સ્થાન
- શહેર અને જિલ્લાને લક્ષમાં રાખી જાતિગત સમીકરણ પણ લક્ષમાં રખાશે
- 6 જાન્યુઆરી સુધીમાં 50 ટકા વિસ્તારમાં પ્રમુખોની નિમણુક કરી દેવાશે
ભાજપમાં તાજેતરમાં જ 50 હજાર જેટલી બૂથ કમિટીઓ અને 580 માંથી 512 મંડળ પર પ્રમુખોની જાહેરાતક રી હતી. હવે ભાજપ નવી નિમણૂંકોમાં બીજા તબક્કામાં આવી ગયુ છે. જેમાં 41 જિલ્લા-મહાનગરોના પ્રમુખ માટે પ્રોસેસ શરૂ થવા જઈ રહી છે. આ પ્રોસેસ આવતીકાલ 3 જાન્યુઆરીથી શરૂ થશે. જેમાં પ્રમુખ બનવા માંગતા કાર્યકર સ્વૈચ્છાએ પોતાની દાવેદારી કરી શકે છે.
આ માટે ભાજપે કેટલાક ધારાધોરણ નક્કી કરેલા છે. ઈચ્છુક દાવેદાર ફોર્મ ભરે તે બાદ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. તેના બાદ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે. નિરીક્ષકો જિલ્લા, મહાનગરોમાં જઈને ત્યાંના સ્થાનિક કાર્યકરો સાથે રુબરુમાં ચર્ચાવિચારણા કરશે. જેઓએ ફોર્મ ભર્યા હશે તેમના અંગે મત લેવાનો પ્રયાસ કરશે. આ બાદ પ્રવેશ મોવડીમંડળ દ્વારા જિલ્લા અને મહાનગરોની મુલાકાત લઈને પ્રમુખોના નામને આખરી ઓપ આપવામાં આવશે.
આમ, આ પ્રોસેસ પૂરી થયા બાદ પ્રદેશ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા નિરીક્ષકો દ્વારા હાથ ધરવામા આવશે. હાલ ભાજપે ઉત્તરાયણ સુધીની ગણતરી માંડી છે. ઉત્તરાયણ બાદ આ તમામ કાર્યવાહી પૂરી કરીને આગળની દિશામાં કામ હાથ ધરાશે.
ગણતરી છે કે, જાન્યુઆરીના ત્રીજા કે ચોથા સપ્તાહમાં રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થાય તે પહેલા ભાજપના 50 ટકા રાજ્યોમાં પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ જાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે