Surat News સુરત : શહેરના ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા ઘણા લાંબા સમયથી મંદીનું મોજું ફરી વળ્યું છે. આવામાં આર્થિક સંકડામણને લઈ એક જ પરિવારના ચાર લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જાવા પામી છે. સાથે જ માતા-પુત્રીના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તો થોડા કલાકો બાદ પુત્રનું પણ મોત નિપજ્યું હતું,.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનો વતની અને સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરી ગુજરાત ચલાવતો પરિવાર સરથાણા વિસ્તારમાં યોગીચોક નજીક રહે છે. આ પરિવારે ઘર નજીક આવેલી ખુલ્લી જગ્યામાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પિતા, પુત્ર, માતા અને પુત્રી આમ ચાર લોકોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારના અન્ય સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ તમામ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં પરિવારમાંથી શારદાબેન અને તેમની દીકરીનું મોત થયું હતું. તો થોડા સમય બાદ પુત્રનું પણ મોત નિપજ્યું છે. હાલ  પિતા સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. 


બિપોરજોય વાવાઝોડુ કેટલે પહોંચ્યું અને ગુજરાત પર ક્યારે ત્રાટકશે, આવ્યા લેટેસ્ટ અપડેટ


ઉપરાંત આ પરિવારમાંથી એક પુત્રી અને એક પુત્ર બહારગામ ગયા હતા. આ સાથે જાણવા મળી રહ્યું છે કે, પરિવારે આર્થિક સંકડામણને લઈ આ પગલું ભર્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, પરિવારના આ પગલાને લીધે તેમના સંબંધીઓમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે, પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયત પણ નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે. 


ગુજરાતીઓ હાર્ટએટેકથી ડરો નહિ તો મોત આવશે : સુરતમાં એક જ સોસાયટીમાં બે લોકોના મોત


ઉલ્લેખનીય છે કે, ડાયમંડ ઉદ્યોગમાં જે રીતે મંદી આવી છે તેને લઈને સતત રત્ન કલાકારોના આપઘાત સામે આવી રહ્યા છે. ત્યારે આ પરિવારના પગલેને લઈને ડાયમંડ ઉદ્યોગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે સરથાણા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. 


ગુજરાતીઓ માટે કેનેડા જવાનો રસ્તો સરળ થયો, સ્ટુડન્ટ વિઝા માટે આ ટેસ્ટ પણ માન્ય ગણાશે