છેલ્લા 2 કલાકમાં રાજકોટ જળબંબાકાર! આ જિલ્લાઓમાં ધોધમાર! જાણો ક્યા કેટલો વરસાદ પડ્યો?
રાજકોટમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. બપોરે 1 કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. રૈયા રોડ, કાલાવડ રોડ, સાધુવાસવાણી રોડ, ગાંધીગ્રામ, યુનિવર્સીટી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.
Trending Photos
Today Gujarat Rain Update: ગુજરાતમાં વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અનેક જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. તો બીજી તરફ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીથી રાહત મળી છે.
રાજકોટમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ
રાજકોટમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. બપોરે 1 કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. રૈયા રોડ, કાલાવડ રોડ, સાધુવાસવાણી રોડ, ગાંધીગ્રામ, યુનિવર્સીટી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લઈને પ્રશાસન એલર્ટ મોડ પર છે. રાજકોટમાં NDRFની ટીમને તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જ્યાં જરૂર પડશે ત્યાં NDRFની ટીમને રવાના કરવામાં આવશે.
નવસારી-જલાલપોરમાં ધોધમાર વરસાદ
નવસારી અને જલાલપોર શહેરમાં બે ઈંચ વરસાદ જ્યારે ગણદેવીમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
પંચમહાલમાં વરસાદી માહોલ
પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ગોધરાના અને ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે. જ્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ છે.
જાણો ક્યાં કેટલો વરસાદ વરસ્યો?
ગુજરાતમાં વરસેલા વરસાદના આંકડાની વાત કરીએ તો, જામનગરના ધ્રોલમાં સૌથી વધુ 2.36 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટ તાલુકામાં 2 ઈંચ અને જૂનાગઢના વિસાવદરમાં 1.5 ઈંચ તેમજ વલસાડના ઉમરગામમાં 1.25 ઈંચ અને જૂનાગઢના માળિયા-હાટીનાામં 1.25 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટના કોટડા સાંગાણીમાં 1.25 અને આણંદ તાલુકામાં 1 ઈંચ તેમજ રાજકોટના ગોંડલમાં 1 ઈંચ અને સુરેન્દ્રનગરના વઢવાણમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.
જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વિસાવદર અને ગીર પંથકમાં વરસાદથી ગીરમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ગીરના જંગલોમાં હરિયાળી છવાઇ છે. દાહોદમાં બપોર બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. દાહોદના લીમડી, સંજેલી, ફતેપુરી, ડુંગરી, ઝાલોદ સહીતના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગરમાં લીંબડી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. લીંબડીની આસપાસના સૌકા, બોડિયા, ઉઘલ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.
ભાવનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
ભાવનગર જિલ્લાના ગારીયાધાર બાદ જેસર તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેસર તાલુકાના બિલા, નળ, તાતણીયા, કાત્રોડી, સરેરા, મોટી વડાળ, છાપરી સહિતના ગામડાઓમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે