રાજકોટ :  હાલના સમયમાં પોતાની ઓળખ ના ડોક્યુમેન્ટ કોઈ ને આપવા તે ભારે પડી શકે છે. જો થોડા પણ ગાફેલ રહ્યા તો તેનો ગેર ઉપયોગ થઈ શકે છે. તમારા નામે લોન કે કોઈ  લોન  ઉપર વાહન પણ લઇ શકે આવું જ એક મસ મોટું કૌભાંડ જેતપુરમાં સામે આવ્યું છે. જેમાં એક અઠંગ ચિટરે અસંખ્ય લોકોના ડોક્યુમેન્ટ ઉપર બાઈક લઇને વેચી નાખ્યા હતાને રોકડી કરી લીધી હતી. રાજકોટ SOGને એક ખાનગી રાહે માહિતી મળી હતી કે, જેતપુરમાં એક વ્યક્તિ લોકોના ખોટા ડોક્યુમેન્ટ મેળવીને તેનો ઉપયોગ લોન ઉપર ટુ વિહિલ મોટરસાયકલ લેવાં કરતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતી ઘારી તો ખાધી જ હશે પણ આ અલગ જ પ્રકારની ગોલ્ડન ઘારીની દેશ વિદેશમાં ઉઠી રહી છે માંગ


જે માહિતી ના આધારે રાજકોટ SOG એ જેતપુરના એક શખ્સને પકડી પડ્યો અને આગવી ઢબે પૂછ પરછ કરતા તેની પાસે થી 9 લાખ રૂપિયાની કિંમતના 17 જેટલા મોટરસાયકલ પકડી પાડેલ હતા, જેમાં હોન્ડા સ્પ્લેન્ડર 8 , હોન્ડા એકટીવા 8 એક રોયલ એન્ફિલ્ડ બુલેટ કબ્જે કરેલ હતું. આ તમામ વાહનો તેણે ભલા ભોળા લોકો પાસેથી તેમના ઓળખ દસ્તાવેજ જેવા કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, વગેરે લઈ ને તેનો ઉપયોગ વાહન ની લોન લેવામાં કરતો અને પછી જે વાહન તેણે લોન ઉપર લીધું હોય તેને તે બજારમાં ખુબ જ ઓછી કિંમતે વેચીને રોકડી કરી લેતો હતો, અને તે પૈસા મોજ શોખમાં વાપરતો હતો. 


સોલા સિવિલ RMO લાખોની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, કેન્ટીન કોન્ટ્રાક્ટરને પણ ન છોડ્યો


શું છે સમગ્ર કૌભાંડ?
જો કોઈને તમે તમારા ઓળખ ના ડોક્યુમેન્ટ આપતા હો તો ચેતી જાજો કારણ કે તેનો ગેર ઉપયોગ કરવા વાળા ઘણા છે. પછી તેનો ઉપયોગ કરીને પૈસા પણ બનાવી શકે છે, અહીં તમે જે જોઈ રહ્યા છો તે જેતપુરનો રહેવાસી એવો સરફરાઝ મુસાભાઇ ખેડારા આ એક માસ્ટર માઈન્ડ છે, તે લોકો ને ભોળવીને તેના ઓળખ ના ડોક્યુમેન્ટ મેળવી પછી તેના નામેં લોન ઉપર વાહન ખરીદતો હતો, જે નવું વાહન લોન ઉપર છોડાવ્યું હોય તને તે બજારમાં ખુબ ઓછી કિંમતે વેચી નાખતો અને તેની રોકડી કરી લેતો હતો. 


PM મોદી કાર્યક્રમમાં પરિવર્તન કરી વહેલી સવારે કેશુબાપાના પરિવારની મુલાકાત લેશે
 
સરફરાજ પાસેથી પોલીસે અત્યાર સુધી માં 9 લાખ રૂપિયાની કિંમતના 17 જેટલા આવા મોટરસાયકલો કબ્જે  કર્યા છે. જે લોકોને છેતરીને તેના નામના દસ્તાવેજ લઈને ખોટી લોન સાથે તેને જેને છેતર્યા છે તેવા લોકો સામે આવ્યા છે. જોવા જઈ તો આ તો માત્ર એક નમૂના રૂપ જ છે. હાજી તો આવા કેટલા લોકો હશે અને કેટલા વાહનો હશે તે તો પોલીસ તાપસ માં ખુલશે.


માત્ર SEA PLANE અને CRUZE નહી પરંતુ આટલા પ્રોજેક્ટ્સનું PMના હસ્તે લોકાર્પણ, આવો રહેશે કાર્યક્રમ


શું છે આ ચીટર સરફરાઝ નો ગુનાહિત ઇતિહાસ?
માત્ર 28 વર્ષની ઉમરનો સરફરાઝ દેખાવે સીધો સાદો દેખાય છે પરંતુ છે નહિ, તે અનેક વખત મારામારીના ગુનામાં આવી ગયેલ છે. તેના માટે મારમારી કરવી તે સામાન્ય બાબત છે સાથે તે પ્રોહીબીસનનામાં પણ પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. તે શાતિર છે, હવે થી ચેતી જજો જો કોઈ તમારા ઓળખ ના ડોકયુમેન્ટ માંગે તો આપતા નહીં નહીંતર તમે પણ છેતરાઈ શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube