દેશમાં પહેલી વખત ગુજરાતની વિધાર્થિનીની અનોખી સિદ્ધિ; એવી ટેબલ-ખુરશી બનાવી કે બદલશે શાળાની બેઠક વ્યવસ્થા!
વડોદરાની એમ એસ યુનિ.ની માસ્ટર ઓફ સાયન્સ ઇન્ટીરિયર ડિઝાઇનની વિધાર્થિનીએ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. શ્રુતિ ચૌધરીએ એડજેસ્ટેબલ ટેબલ અને ખુરશી બનાવી ભારત સરકાર પાસેથી પેટન્ટ મેળવ્યું છે. દેશમાં પહેલી વખત એમ એસ યુનિ.ની વિધાર્થિનીએ એડજેસ્ટેબલ ટેબલ અને ખુરશી બનાવતા ગૌરવની લાગણી અનુભવી રહી છે.
ઝી બ્યુરો/વડોદરા: વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ ખાસ ટેબલ અને ખુરશી બનાવી ભારત સરકાર પાસેથી પેટન્ટ મેળવી છે. માસ્ટર ઓફ સાયન્સ ઈન્ટીરિયર ડિઝાઈનની વિદ્યાર્થિની શ્રૃતિ ચૌધરીએ અડજસ્ટ થઈ શકે એવા ટેબલ અને ખુરશી બનાવ્યા છે. શ્રૃતિએ તેમના ગાઈડ ડૉક્ટર સરજુ પટેલ, રાખીદાસ ગુપ્તા અને ઋતુ મોદીએ માર્ગદર્શન આપ્યું છે. એક વર્ષની મહેનત બાદ 12 હજારના ખર્ચે આ ટેબલ-ખુરશી બન્યા. જે બાદ પેટન્ટ માટે અરજી કરવામાં આવી હતી.જે બાદ 6 મહિનામાં સર્ટિફિકેટ મળ્યું છે.
આ ખાસ ટેબલમાં ત્રણ એંગલ, હાઈટને તમને ફાવે એ રીતે ગોઠવી શકાય છે. જેથી તમારે ખુરશીમાંથી ઝુકવાની જરૂર નહીં પડે. તમારી પીઠ સીધી રહે તે રીતે ટેબલને ગોઠવી કામ કરી શકાય છે. આ ટેબલ માટે સાગના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં વિદ્યાર્થીઓ વસ્તુઓ રાખી શકે એ માટે જગ્યા પણ આપવામાં આવી છે. કારના જેક પરથી પ્રેરણા લઈને આ ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે.
વિદ્યાર્થીને આ ટેબલના કારણે વાંકા વળીને લખવું કે કામ કરવું નહિ પડે, જેથી તેવો લાંબા સમય સુધી કામ કરી શકશે, સાથે જ બેક પેઇનની સમસ્યા નહિ થાય, તેમજ થાક પણ ઓછો લાગશે. ખુરશીમાં હાથને સપોર્ટ મળે તે રીતે આર્મ રેસ્ટ બનાવવામાં આવ્યું છે. કમરને સપોર્ટ મળે તે માટે બેક રેસ્ટ બનાવાયું છે. બજારમાં આ ટેબલ-ખુરશી 5 હજારથી 12 હજારની કિંમતમાં વેચાણ માટે મુકવામાં આવશે.
આ વિશે વાત કરીએ તો વડોદરાની એમ એસ યુનિ.ની માસ્ટર ઓફ સાયન્સ ઇન્ટીરિયર ડિઝાઇનની વિધાર્થિનીએ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. શ્રુતિ ચૌધરીએ એડજેસ્ટેબલ ટેબલ અને ખુરશી બનાવી ભારત સરકાર પાસેથી પેટન્ટ મેળવ્યું છે. દેશમાં પહેલી વખત એમ એસ યુનિ.ની વિધાર્થિનીએ એડજેસ્ટેબલ ટેબલ અને ખુરશી બનાવતા ગૌરવની લાગણી અનુભવી રહી છે. શ્રુતિ ચૌધરીને ગાઈડ ડો સરજુ પટેલ, રાખીદાસ ગુપ્તા અને ઋતુ મોદીએ માર્ગદર્શન આપ્યું હતું. એક વર્ષની મહેનત બાદ 12000ના ખર્ચે એડજેસ્ટેબલ ટેબલ અને ખુરશી બની છે. ત્રણેય ગાઈડે કેન્દ્ર સરકારના પેટન્ટ વિભાગને અરજી કરી, 6 મહિનામાં પેટન્ટ સર્ટિફિકેટ મળ્યું છે.
એડજેસ્ટેબલ ટેબલ અને ખુરશીની વિશેષતાની વાત કરીએ તો..
- - એડજેસ્ટેબલ ટેબલમાં ત્રણ એંગલો, હાઇટ પણ એડજેસ્ટેબલ છે જે એક ફૂટ સુધી ઊંચું થાય છે.
- - સાગના લાકડાંનો કર્યો છે ઉપયોગ, ટેબલના ઉપરના ભાગે સ્ટેશનરી કે વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવતી નાની વસ્તુ મૂકવા માટે જગ્યા પણ આપી છે.
- - ટેબલના ઉપર પ્લાય વુડ લેમીનેટનો ઉપયોગ કર્યો છે, કાર જેક થી પ્રેરણા લઈ એડજેસ્ટેબલ ટેબલની ડિઝાઇન તૈયાર કરી છે, મેકેનીઝમ સ્ટેનલેઇસ સ્ટીલ બનાવી છે જેનાથી ટેબલને કાટ નહિ લાગે.
- - વિદ્યાર્થીને આ ટેબલના કારણે વાંકા વળીને લખવું કે કામ કરવું નહિ પડે, જેથી તેવો લાંબા સમય સુધી કામ કરી શકશે, સાથે જ બેક પેઇનની સમસ્યા નહિ થાય, તેમજ થાક પણ ઓછો લાગશે.
- - ખુરશીમાં હાથને સપોર્ટ મળે તે રીતે આર્મ રેસ્ટ બનાવ્યું છે, સાથે જ કમરને સપોર્ટ મળે તે માટે બેક રેસ્ટ પણ બનાવ્યું છે.
- - ખુરશીમાં 2 ઇંચની ગાદીની સીટ મૂકવામાં આવી છે.
- - બજારમાં આ એડજેસ્ટેબલ ટેબલ અને ખુરશી વિદ્યાર્થિની શ્રુતિ ચૌધરી દ્વારા 5000થી લઈ 12000 સુધી વેચાણ માટે મૂકવામાં આવશે.