કચ્છ : નખત્રાણા તાલુકામાં આવેલા ભડલી ગામના સિદ્ધદાદા ગરીબનાથના સ્થાનકે વરસાદ કેવો રહેશે તેની માહિતી એક બકરી આપે છે. લોકોની આસ્થા સાથે જોડાયેલ આ પરંપરા વર્ષોથી યોજાતી રહે છે. જેમાં ગામના ક્ષત્રીય પરિવારના ઘરેથી એક જ વંશની બકરીની જેઠ વદ અમાસની વાર્ષિક તિથી પ્રસંગે આયોજીત ધાર્મિક પ્રસંગે પતરી વિધિ યોજાય છે. પુજા આરતી કરાયા બાદ પુજારીી બકરીના ધુણવાની રાહ જોવે છે. બકરી ધુણે ત્યાર બાદ તેઓ તેના પર હાથ રાખીને આગાહી કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નખત્રાણાના ભડલી ગામે આવેલા સિદ્ધયોગી દાદા ધોરમનાથજીના શિષ્ય સિદ્ધદાદા ગરીબનાથજીની સમાધિ આવેલી છે. અહીં પ્રતિવર્ષ અમાસના દિવસે ધાર્મિક પ્રસંગે આયોજીત થાય છે. તેમાં આસપાસના સાત ગામ પાંખી પાડી સવારથઈ સાંજ સુધી મેળા સ્વરૂપે જોડાય છે. દરમિયાન સાંજે 5 વાગ્યે મંદિરમાં આરતી થાય છે. જ્યા સંકુલ અંદર હકડેઠઠ ભાવિકો હાજર રહે છે. આ દરમિયાન ક્ષત્રિય સમાજનાં દરેક ઘરના લોકો હાજર રહે છે. એક જ પરિવાર વંશથી બકરી સંકુલમાં જન સમુહની વચ્ચે ઉભી રહે છે. આરતી પુર્ણ થયા બાદ ઘુણીને પતરી આપે છે. જેના બાદ પુજારી બકરીના શરીર પર હાથ રાખી મળેલા સંકેત અનુસાર વરસાદની ભવિષ્યવાણી ભાખે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube