પરખ અગ્રવાલ/અંબાજી: આજથી ચૈત્રી નવરાત્રી શરુ થતા અંબાજી મંદિરના સભા મંડપ માં જવારા સાથે નું ઘટ્ટ સ્થાપન કરવામાં આવ્યું હતું. હિંદુઓના નવા વર્ષ વિક્રમ સવંતનો આજથી શરુ થયો છે અને આજે સિંધી સમાજમાં ચેટીચાંદનો પર્વ પણ છે. સાથે આજથી હિન્દુ લોકોના નવા વર્ષની સાથે ચૈત્રી નવરાત્રીનો પણ પ્રારંભ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાહેબ મારા રૂપિયા ક્યારે ઉપડશે? ગુજરાત સહિત દેશની તમામ પોસ્ટ ઓફિસમાં કામગીરી ઠપ્પ


આજે ચૈત્રી નવરાત્રી શરૂ થતા યાત્રાધામ અંબાજીમાં માતાજીના મંદિરે યાત્રિકોનો ઘસારો જોવા મળ્યો હતો આ વખતે કોરોના નું જોર ઘટતા ચૈત્રી નવરાત્રી માં શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રહેતા મોટી સંખ્યા માં યાત્રિકો નો ઘસારો જોવા મળ્યો હતો.


ગુજરાતમાં અહી છે 800 વર્ષ જુનું વાઘેશ્વરી મંદિર, બલી રાજા સાથે જોડાયેલો છે ઈતિહાસ


આજથી ચૈત્રી નવરાત્રી શરુ થતા અંબાજી મંદિર ના સભા મંડપ માં જવારા સાથે નું ઘટ્ટ સ્થાપન કરવામાં આવ્યું હતું આ ઘટ્ટ સ્થાપન માં સાત પ્રકાર ના અનાજ મિશ્રિત કરી ને જવેરા વાવવામાં આવ્યા હતા આજની ઘટ્ટ સ્થાપન વિધિ માં ડેપ્યુટી કલેકટર અને મંદિર ના વહીવટદાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આમ તો વર્ષમાં બે મોટી નવરાત્રી આવે છે આસો અને ચૈત્ર માસની.. બંને નવરાત્રીમાં ચૈત્ર નવરાત્રી માતાજીની આરાધના માટે સર્વ શ્રેષ્ઠ મનાય છે. એટલું જ નહીં આજે ઘટ્ટ સ્થાપનામાં જે જવેરા વાવવામાં આવે છે. તે નવમા દિવસે ઉગેલા જોઈને તેની વૃદ્ધિ પ્રમાણે નવું વર્ષ કેવું રહેશે તેનો અનુમાન કરવામાં આવે છે.


આજ થી ચૈત્રી નવરાત્રી નો અંબાજી ખાતે વિધિવત્ત પ્રારંભ થયો છે. જેને લઇ યાત્રીકો માં પણ ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. આમ તો આશો માસ ની નવરાત્રી માં નવ દિવસ ગરબા ની રમઝટ જામતી હોય છે. ત્યારે આ ચૈત્રી નવરાત્રી માં આજ થી માતાજી નાં ચાચર ચોક માં માં અંબા ના નામ ની અખંડ ધુન ની શરૂઆત કરવામાં આવી છે ને આ અખંડ ધુન નવે દિવસ રાત અને દિવસ 24 કલાક ઉભા પગે કરવામાં આવશે.


અંબાજી મંદિર માં ચૈત્રી નવરાત્રી દરમીયાન થતી આ અખંડ ધુન ભારતદેશ ની આઝાદી પુર્વે 1941 માં પ્રજા ઉપર આવી પડેલી આપત્તીઓનાં નિવારણ અર્થે શરૂ કરવામાં આવી હતી. જે અખંડ ધુન આજે પણ મહેસાણાં જીલ્લાનાં 150 ઉપરાંત નાં શ્રધ્ધાળુંઓનાં સંગઠન દ્વારા આ પરંપરાને 82 વર્ષ થી જાળવી રાખવામાં આવી છે. આગામી સમયમાં પણ આ અખંડ ધુન પરંપરા મુજબ ચાલુ રખાશે તેમ આયોજકોનું માનવું છે.


અમદાવાદના ઢગલાબંધ પરિવારોની તરસ છૂપાવશે SVPI એરપોર્ટ, લોકો કરી રહ્યા છે વાહવાહી


આજથી શરુ થયેલી ચૈત્રી નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં નવ દિવસ એક વધારાની આરતી પણ કરવામાં આવશે. સવારની મંગળા આરતી બાદ જવેરા સાથે ઘટ્ટ સ્થાપનની આરતી અને સાંય કાળની આરતી કરવામાં આવશે. માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમાં 22 માર્ચે સવારે 8.30થી 9.30 વાગ્યે ઘટ સ્થાપના થશે. એકમથી આરતીનો સમય સવારે 7થી 7:30નો રહેશે.


આ ફેરફાર કરવામાં આવશે


  • દર્શન સવારે 7.30થી બપોરે 11:30 સુધી થઇ શકશે.

  • બપોરે 11:30થી 12:30, સાંજે 4:30થી 7 સુધી દર્શન બંધ રહેશે. 

  • સવારે 7 વાગ્યે મંગળા આરતી

  • સાંજે 7 વાગ્યે સાયં આરતી થશે. 

  • શક્તિપીઠ અંબાજી મંદિરમાં ચૈત્રી સુદ એકમથી આ ફેરફાર કરવામાં આવશે. જેમાં 22-3-2023ના દિવસે સવારે 8:30 થી 9:30 કલાકે ઘટ સ્થાપના કરવામાં આવશે. જેમાં એકમથી આરતીનો સમય સવારે 7:00થી 7:30નો રહેશે.


સવારે 7 વાગે મંગળા આરતી અને સાંજે 7:00 વાગે સાયં આરતી થશે


  • દર્શન સવારે 7:30 કલાકથી શરુ થશે.

  • સવારે 11:30 સુધી થઇ શકશે. 

  • બપોરે દર્શન 12:30થી 4:30 

  • સવારે 11:30 થી 12:30 

  • સાંજે 4:30થી 7:00 સુધી બંધ રહેશે. 

  • સાંજે 7:00 થી 9:00 વાગ્યે સુધી અંબાજી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે. 

  • ચૈત્રી નવરાત્રીમાં સવારે 7 વાગે મંગળા આરતી અને સાંજે 7:00 વાગે સાયં આરતી થશે.