રક્ષિત પંડ્યા, રાજકોટ : સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે આજથી રણજી ટ્રોફી ફાઇનલ મેચની શરૂઆત થઇ ચુકી છે. રાજકોટના ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન મેદાન ખાતે પ્રથમ વખત રણજી ટ્રોફીની ફાઇનલ મેચ રમાઈ રહી છે. આ મેચને લઇ સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટરસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા 8 વર્ષમાં ચોથી વખત સૌરાષ્ટ્રની ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જોકે આગલી 3 મેચમાં હાર બાદ આજની મેચમાં જીતની પુરી આશા સાથે ટીમ મેદાને ઉતરી છે. સૌરાષ્ટ્રની ટીમે છેલ્લા 8 વર્ષમાં આજે ચોથી વખત ફાઇનલ મેચમાં પ્રવેશ કર્યો છે. આ અગાઉ ત્રણે મેચમાં હાર મળ્યા બાદ આજે ઘરેલુ પિચમાં જીતની આશા અને વિશ્વાસ સાથે ટીમ મેદાને ઉતરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોળીની ઉજવણી હોય તો દ્વારકાની જ, વિગતો જાણીને મન થઈ જશે તાત્કાલિક પહોંચી જવાનું


સૌરાષ્ટ્રની ટીમની જીતની આશા પ્રબળ છે કારણ કે આજની ફાઇનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના રનમશીન એવા ચેતેશ્વર પૂજારાનો સમાવેશ થયો છે અને ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડમાં ફાઇનલ રમી રહી છે. આ મેચમાં બન્ને ટીમ જીત માટે એડીચોંટીનું જોર લગાવી રહી છે. 


કામનું કામ અને મજાની મજા, રવિન્દ્ર જાડેજાનો ગજબનો ફેમિલી ફંડા


આજથી શરૂ થયેલ 5 દિવસીય ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્ર અને બંગાળ બન્ને ટીમ વચ્ચે જબરદસ્ત ટક્કર થશે. બંને ટીમોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર ટીમમાં ચેતેશ્વર પુજારા , જયદેવ ઉનડકટ , શેલ્ડન જેક્શન અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના ખેલાડીઓ આકર્ષણનું કેન્દ્ર છે તો બીજી તરફ બંગાળ ની ટીમમાં પણ રિધીમાન શાહ અને મનોજ તિવારી સહિતના ખેલાડીઓ આકર્ષણનું કેન્દ્ર છે. જોકે સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર એવા રવિન્દ્ર જાડેજાની ગેરહાજરી આજની મેચમાં જરૂર અનુભવાશે. રવિન્દ્ર જાડેજા ભારતની ટીમમાં શામેલ હોવાથી આજે તેઓ પોતાની ઘરેલુ ટીમ સૌરાષ્ટ્રમાં ફાઇનલ મેચ રમી શકે તેમ નથી પરંતુ તેઓએ ગઈકાલે સોશિયલ મીડિયા મારફત પોતાની ટીમને શુભેચ્છા પાઠવી હતી અને કોઈ પણ પ્રેશર વગર ફાઇનલ મેચમાં નોર્મલ ગેમ રમવા આશ્વાસન આપ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube