હોળીની ઉજવણી હોય તો દ્વારકાની જ, વિગતો જાણીને મન થઈ જશે તાત્કાલિક પહોંચી જવાનું
આગામી ૧૦ તારીખે ધુળેટીના દિવસે દ્વારકામાં જગતમંદિર માં ફૂલ ડોલ ઉત્સવ ઉજવવા માટે લાખો અધીરા પદયાત્રીઓ આજે દ્વારકા જગત મંદિર તરફ પહોંચવા આવ્યા છે. પદયાત્રીઓનું ઘોડાપુર આજે દ્વારકામાં ઉમટ્યું છે.
Trending Photos
રાજુ રૂપારેલિયા, દ્વારકા : આજે ફાગણી પૂનમ અને રંગોનો તહેવાર હોળી હોવાથી યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિર સહિત ગોમતી સ્નાન કરવા માટે પ્રમાણમાં શ્રદ્ધાળુની હકડેઠઠ મેદની જોવા મળી હતી અને લાખ જેટલા ભાવિકોએ એકસાથે ગોમતી સ્નાન કર્યું હતું.
આજે ફાગણી પૂનમ અને હોળી હોવાથી અનેક લોકો દૂર દૂરથી આવીને ભગવાન દ્વારકાધીશની મંગલા આરતીનો લાભ લીધો હતો અને ત્યાર બાદ પવિત્ર નદી ગોમતીજીમાં શ્રદ્ધાની ડૂબકી લગાડી અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. આજે સવારથી દ્વારકામાં હકડેઠઠ ભીડ જોવા મળી અને ગોમતી ઘાટના તમામ ઘાટ શ્રદ્ધાળુઓથી ભરાઈ ગયા હતા. સમગ્ર દ્વારકા જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું હતું ત્યારે લોકોનાં પાકીટ અને દાગીના પણ ગુમ થવાની ફરિયાદો ગત વર્ષ કરતા ઓછી જોવા મળી હતી. લોકોએ તંત્ર અને પોલીસની વ્યસ્થાને સુદ્રઢ ગણાવી હતી. જગત મંદિરમાં ભારે ટ્રાફિક હોવા છતાં દર્શન વ્યવસ્થાનાં પદયાત્રીઓએ વખાણ કર્યા હતા.
આગામી ૧૦ તારીખે ધુળેટીના દિવસે દ્વારકામાં જગતમંદિર માં ફૂલ ડોલ ઉત્સવ ઉજવવા માટે લાખો અધીરા પદયાત્રીઓ આજે દ્વારકા જગત મંદિર તરફ પહોંચવા આવ્યા છે. પદયાત્રીઓનું ઘોડાપુર આજે દ્વારકામાં ઉમટ્યું છે. દરવર્ષે ગુજરાતભરમાંથી કાળિયા ઠાકોર એટલે કે ભગવાન દ્વારકાધિશ પર અપ્રતિમ શ્રદ્ધા ધરાવનાર લાખો પદયાત્રીઓ દ્વારકા આવે છે. પગપાળા આવતા પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે થઈ કે અનેક જગ્યા એ સેવા કેમ્પો પણ કરવામાં આવે છે. પદયાત્રીઓ આજે દ્વારકામાં ઉમટ્તા દ્વારકા આવતા તમામ માર્ગો પર સેવાકીય કૅમ્પોનાં સેવાભાવીઓ દ્વારકા આવતા ભક્તો માટે સેવા કરી રહ્યા છે. ઠેર ઠેર દ્વારકાનાં માર્ગો ભક્તોથી ઉભરાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે