તેજશ દવે/મહેસાણા: ગતરોજ જિલ્લાના વડનગર ખાતે મોલિપુરમાં ત્રણ વર્ષના બાળકની અપહરણ બાદ હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. ત્યારે આ અંગે વિસનગર ડીવાયએસપીની ટીમે આ કેસના માત્ર 24 કલાકમાં જ ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. મહમદ અખલાક નામના બાળકના પિતાના ઘરની સામે રહેતા તેના જ કાકાએ હત્યા કરી હતી. માસુમની હત્યા સગા કાકાએ જ કરી હોવાનું સામે આવતાં આ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીની NIAની ટીમ રાજકોટ જેલમાં ISISના બે આતંકીની કરશે પૂછપરછ


ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ જાણો