દિલ્હીની NIAની ટીમ રાજકોટ જેલમાં ISISના બે આતંકીની કરશે પૂછપરછ

દિલ્લી NIAની ટીમ આજે રાજકોટ આવી પહોંચી હતી. રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલા ISISના આતંકી વસીમ અને નઇમ રામોદીયાની પૂછપરછ માટે NIAની ટીમ રાજકોટ પહોંચી હતી. બે વર્ષ પહેલાં રાજકોટના નહેરુનગર વિસ્તારમાંથી ATS દ્વારા આતંકી સંગઠન ISIS સાથે સંકળાયેલ વસીમ અને નઇમ રામોદીયા બન્ને ભાઈઓની ધરપકડ કરી હતી.

દિલ્હીની NIAની ટીમ રાજકોટ જેલમાં ISISના બે આતંકીની કરશે પૂછપરછ

રક્ષિત પંડ્યા/રાજકોટ: દિલ્લી NIAની ટીમ આજે રાજકોટ આવી પહોંચી હતી. રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલા ISISના આતંકી વસીમ અને નઇમ રામોદીયાની પૂછપરછ માટે NIAની ટીમ રાજકોટ પહોંચી હતી. બે વર્ષ પહેલાં રાજકોટના નહેરુનગર વિસ્તારમાંથી ATS દ્વારા આતંકી સંગઠન ISIS સાથે સંકળાયેલ વસીમ અને નઇમ રામોદીયા બન્ને ભાઈઓની ધરપકડ કરી હતી.

દિલ્લી NIAની ટીમે તેમની પૂછપરછ કરવા માટે કોર્ટનો સહારો લીધો છે. અને કોર્ટ દ્વારા 3 થી 7 જૂન એમ કુલ 5 દિવસ જેલની અંદર પૂછપરછ કરવા મંજૂરી આપવામાં આવી છે. આ ૫ દિવસ દરમિયાન દિલ્લીથી આવેલ NIAના 4 અધિકારીઓ દ્વારા રાજકોટ જેલમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલ બન્ને ભાઈઓની સવારે 10.30 થી 6 વાગ્યા સુધી પૂછપરછ કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, આતંકી મુફ્તી અબ્દુસ સામી ઉર્ફે સમુલ્લાના સંપર્કમાં વસીમ હોવાની માહિતી સામે આવતા NIA દ્વારા બન્ને ભાઈઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ અગાઉ પણ બે વર્ષ પહેલાં ATS અને NIA દ્વારા વસીમ અને નઇમની પૂછપરછ કરવામાં આવી હતી.
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news