ગૌરવ પટેલ, અમદાવાદ: ગુજરાત (Gujarat) માં વિધાનસભા (Assembly Elections) ની ચૂંટણી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે ભાજપ (BJP) ની સાથે કોંગ્રેસ (Congress) પણ એક્ટિવ મોડમાં આવી ગઇ છે. ત્યારે પ્રશાંત કિશોર કોંગ્રેસના રણનિતિકાર બની શકે છે. નબળી નેતાગીરી અને સતત આંતરિક જૂથવાદના કારણે તૂટતી જતી કોંગ્રેસમાં પ્રાણ પુરવા માટે હાઇકમાન્ડ પ્રશાંત કિશોરને જવાબદારી સોંપી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશાંત કિશોર (Prashant Kishor) એક સફળ રણનિતિકારની અનેકવાર ભૂમિકા ભજવી ચૂક્યા છે. પશ્વિમ બંગાળના મમતા બેનર્જી અને એનસીપી સુપ્રિમો શરદ પવારને પણ રાજકીય મંત્રો આપી ચૂક્યા છે. ત્યારે 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રશાંત કિશોર (Prashant Kishor) કોંગ્રેસ સાથે જોડાય તેના માટે ભરપૂર પ્રયત્નો ચાલી રહ્યા છે. 

મગજ ચકરાવે ચડી જાય એવા નુખસા અપનાવે છે બુટલેગરો, ચોખાના ભૂંસામાંથી ઝડપાયો દારૂ


કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત (Gujarat) માં ભાજપનું એકહથ્થું શાસન છે. ગુજરાતમાં કોંગ્રેસને સતત હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે પ્રશાંત કિશોર ટીમ કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ તે માટે રણનિતિ તૈયાર કરશે. મૃતપ્રાય અવસ્થામાં જતી કોંગ્રેસમાં નવા પ્રાણ પુરશે. 


ગુજરાતમાં કોંગ્રેસ (Gujarat Congress) ને મજબૂત બનાવવા માટે કોઇ સક્ષમ નેતા નથી. જેથી હાઇકમાન્ડ પ્રશાંત કિશોરની મદદ લઇ શકે છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી ગુજરાત કોંગ્રેસને સફળતા આપવામાં નિષ્ફળ સાબિત થયા છે. સતત આંતરિક વિખવાદો કારણે કોંગ્રેસ નબળી પડી રહી છે અને રાજકીય ડખા જોવા મળી રહ્યા છે. 

ફોઈના બેસણામાં આવેલા અંકલેશ્વરના પરિવારને નડ્યો અકસ્માત, 2 બાળકો સહિત 3ના મોત


અત્રે ઉલ્લેખનીય છે કે ભરતસિંહ સોલંકીએ પ્રશાંત કિશોરનો સંપર્ક સાધ્યો હતો. આ પહેલાં શંકરસિંહ વાઘેલા વિપક્ષના નેતા હતા ત્યારે 2017ની વિધાનસભાની ચૂંટણી માટે પ્રશાંત કિશોરનો સંપર્ક કર્યો હતો. 


ત્યારે આ તરફ આમ આદમી પાર્ટી (AAP) પણ ગુજરાતમાં એક્ટિવ થઇ રહી છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે છે. બીજી તરફ નરેશ પટેલે પાટીદારો (Patidar) ના સંમેલનમાં જણાવ્યું કે, કોરોના કાળમાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. જે આપણે સૌએ જોયું છે. ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી. 


જો કે હાલ જે પ્રકારે આપ (AAP) આગળ વધી રહ્યું છે તેનાથી ભવિષ્યમાં આપનું વર્ચસ્વ વધે તેવું મને લાગી રહ્યું છે. આપે ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણા સારા કામ કર્યા છે. તેની કામ કરવાની શૈલી પણ ખુબ જ ઉમદા છે. જો કે તેમને હજી સુધી કેશુબાપા જેવા આગેવાન તેમને મળ્યાં નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube