ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદમાં રાત્રિ કરફ્યૂ બાદ હવે રાજકોટ અને વડોદરામાં પણ કરફ્યૂની વિચારણા ચાલી રહી છે. વડોદરાના પોલીસ કમિશનર અને રાજકોટના કલેક્ટરે આ વિશે નિવેદન આપ્યું છે કે, એક બે દિવસે પરિસ્થિતિ જોયા બાદ નિર્ણય લેવાશે. જરૂર પડશે તો નાઈટ કરફ્યૂ (curfew) લગાવીશું. રાજકોટમાં કરફ્યૂ અંગે સાંજ સુધી નિર્ણય લેવાશે, તો વડોદરામાં નિર્ણય હાલ વિચારણા અંતર્ગત છે. ગુજરાતમાં કોરોનાને લગતે પરિસ્થિતિ વણસી રહી છે, ત્યારે હવે તંત્ર સજાગ થયું છે અને જરૂરી પગલા લેવાઈ રહ્યા છે. જો હજી પણ લોકો નહિ સમજે તો ગુજરાત લોકડાઉનની સ્થિતિ પર આવીને ઉભુ રહેશે. 


આ પણ વાંચો : રાજકોટમાં 24 કલાકમાં 8 કોરોના દર્દીના મોત,  BAPS સ્વામિનારાયણ મંદિર પણ બંધ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટથી અમદાવાદ જતી તમામ બસ બંધ
રાજકોટ કલેક્ટર રેમ્યા મોહન દ્વારા જાહેરાત કરાઈ છે કે, આજે બપોરે 3 વાગ્યાથી રાજકોટથી અમદાવાદ જતી તમામ બસ બંધ કરાઈ છે. અમદાવદામાં કરફ્યૂ હોવાથી રાજકોટની અમદાવાદની બસોની અવરજવર બંધ કરાઈ છે. આજે બપોરે 3 વાગ્યાથી સોમવાર સુધી એસટી બસો પણ બંધ. આમ, રાજકોટ અને અમદાવાદ વચ્ચેનું અવરજવર બંધ કરાયું છે તેવું રાજકોટ તંત્ર અને એસટી વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે. 



જરૂર જણાશે તો નાઈટ કરફ્યૂ લાગશે - વડોદરા કમિશનર
તો વડોદરાના પાલિકા કમિશનર પી સ્વરૂપે પણ જણાવ્યું કે, વડોદરામાં રાત્રિ કર્ફ્યું માટે વિચારણા ચાલી રહી છે. એક કે બે દિવસની પરિસ્થિતિ જોયા બાદ નિર્ણય લેવાશે. જરૂર જણાશે તો નાઈટ કર્ફ્યું લાગુ કરીશું. દિવાળી બાદ કોરોના વધ્યો છે. ખાનગી હોસ્પિટલ સાથે બેઠક કરીશું. વડોદરામાં 823 ટીમ ઘરે ઘરે જઈ સર્વે કરાશે. પાલિકાના આરોગ્ય અધિકારીઓ સાથે પણ બેઠક કરાશે. વડોદરામાં પરિસ્થિતિ કન્ટ્રોલમાં છે, જોકે, હાલ કર્ફ્યુંનું કોઈ આયોજન નથી. સતત ત્રણ દિવસ અધિકારીઓ સાથે બેઠક કરી રિવ્યૂ લેવાશે. વડોદરામાં 24 કલાકમાં 99 પોઝિટિવ કેસ આવ્યા છે. છેલ્લે સપ્ટેમ્બરમાં 135 પોઝિટિવ કેસ આવ્યા હતા. વડોદરામાં 70 ટકા હોસ્પિટલના બેડ ખાલી છે. આઇસીયુ બેડ 60 ટકા ખાલી છે. સાવચેતીના પગલાને લઈ રિવ્યૂ બેઠકો કરી છે. તો વડોદરામાં આજથી સંજીવની રથ ફરીથી શરૂ કર્યા છે. સોમવારથી ટીમો ઘરે ઘરે જઈ સર્વે કરશે. ઓએસડી વિનોદ રાવ રિવ્યૂ માટે આવતીકાલે આવશે. આજથી શહેરમાં માસ્કની ઝુંબેશ કડકાઈથી ચાલુ કરાઈ.