VIDEO: બ્રહ્મા-વિષ્ણુ-મહેશને બાજુએ મૂકીને ભગવાન ન બની જવાય: હવે માયાભાઈ આહીર બગડ્યા
સ્વામિનારાયણ સંપ્રદાયનાં ધાર્મિક પુસ્તકોમાં વિવાદિત ઉલ્લેખોને પણ માયાભાઈએ વખોડી કાઢ્યા છે. તેમણે કહ્યું કે બ્રહ્મા-વિષ્ણુ-મહેશને બાજુએ મૂકીને ભગવાન ન બની જવાય. લાગે છે કે દૈત્ય પરંપરા હજી ચાલી આવે છે. મહાભારત કાળમાં પણ ભગવાન શ્રીકૃષ્ણએ હનુમાનજી દાદાને ધજા પર બેસાડ્યા હતા.
ઝી બ્યુરો/ભાવનગર: હનુમાનજીને નીલકંઠવર્ણીના સેવક દર્શાવવા સામે હવે માયાભાઈ આહીરે વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે બ્રહ્મા-વિષ્ણુ-મહેશને બાજુએ મૂકીને ભગવાન ન બની જવાય. લાગે છે કે દૈત્ય પરંપરા હજી ચાલી આવે છે. મહાભારત કાળમાં પણ ભગવાન શ્રીકૃષ્ણએ હનુમાનજી દાદાને ધજા પર બેસાડ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયનાં ધાર્મિક પુસ્તકોમાં વિવાદિત ઉલ્લેખોને પણ માયાભાઈએ વખોડી કાઢ્યા છે. તેમણે સંતવાણીના કાર્યક્રમમાં સાધુ-સંતો અને મહંતો તેમજ શ્રોતાઓ વચ્ચે આ વાત કહી છે.
ફરી મેઘો મંડાયો! આ વિસ્તારોમાં આગામી 7 દિવસ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદની આગાહી
મહત્વનું છે કે, હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાતા આખો વિવાદ ઉભો થયો હતો અને સનાતન ધર્મના સંતોએ જોરદાર વિરોધ કર્યો હતો. ભારે વિરોધ પછી સમગ્ર વિવાદ મુદ્દે સરકારે મધ્યસ્થી કરી હતી. ગઈકાલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને વડતાલ સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. જે પછી હવે વિવાદનો અંત આવ્યો છે અને રાતોરાત જ વિવાદિત ભીંતચિત્રોને દૂર કરાયા છે.
13 વર્ષના વ્રજ પટેલે અંતરિક્ષમાં રોકેટ ઉડાડવાની તૈયારીઓ કરી!મોબાઈલ મેનિયાનો જુદો કેસ
પરંતુ હનુમાનજીના મસ્તક પરથી સ્વામિનારાયણનું તિલક દૂર નથી કરાયું. તો બોટાદના કુંડળધામ ખાતેની હનુમાનજીની વિવાદિત મૂર્તિ હટાવી લેવાઈ છે. મંદિર પરિસરમાં હનુમાનજી નિલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા હોય તેવી મૂર્તિ મુકાઈ હતી. સાળંગપુરના ભીંતચિત્રો હટાવ્યા પછી કુંડળધામ ખાતેની મૂર્તિ હટાવી લેવાઈ છે. હાલ માત્ર નિલકંઠવર્ણી તપ કરી રહ્યા હોય તે જ મૂર્તિ સ્થળ પર છે.
પાલિકા-પંચાયતોમાં ભાજપની નો રિપીટ થિયરી! જૂના જોગીઓ ટેન્શનમાં, નવા ચહેરા ગેલમાં
સાળંગપુરના ભીંતચિત્રો હટ્યા પછી પણ વિવાદ યથાવત
સાળંગપુર મંદિર પરિસરમાં આવેલી હનુમાનજીની ભવ્ય પ્રતિમાની નીચે કંડારવામાં આવેલા વિવાદિત ભીંતચિત્રોને હટાવ્યા પછી પણ વિવાદ યથાવત છે. માત્ર ભીંતચિત્રો નહીં, વિવાદિત લખાણ પણ દૂર કરવા માગ કરાઈ છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં આયોજિત સંત સંમેલનમાં મોટી સંખ્યામાં સંતો હાજર રહ્યા અને વિવાદિત લખાણો દૂર કરવા માગ કરી.
USમાં માતા પિતા પાસે H-1B વિઝા હશે તો પણ બાળકોને તગેડાશે, હવે માત્ર આ જ વિકલ્પ
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ જે વિવાદિત નિવેદન કરે છે તે રોકવામાં આવે તેવી પણ એક માગ છે કેમ કે ગઈકાલે જ દર્શન વલ્લભા સ્વામીએ વિવાદિત નિવેદન આપીને બળતામાં ઘી હોમ્યું હતું. આજના સંમેલનમાં સાધુ-સંતોએ અનેક મુદ્દે ચર્ચા કરી છે. સાળંગપુર મંદિરમાંથી માત્ર ભીંતચિત્રોને હટાવતા અનેક સાધુ-સંતો નારાજ છે. તમામ મુદ્દાઓ પર સમાધાન ન થયા હોવાનું સાધુ-સંતો જણાવી રહ્યા છે.
બપોરની ઉંઘ લેવાના આ છે ફાયદા-ગેરફાયદા, રાજકોટ એમ જ નથી કહેવાતું રંગીલું શહેર
અપૂર્વમુનિ જાહેરમાં માફી માગે તેવી સનાતની સાધુઓની માગ
કાલાવડ રોડનાં BAPS સ્વામિનારાયણ મંદિરનાં સંત અપૂર્વમુનિએ માતા જાનકી અંગે કરેલી એક ટિપ્પણીને લઈ સનાતની સાધુઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આજે ભગવાન જગન્નાથ મંદિરે સનાતની સાધુઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ચિત્રો તો દૂર થયા, પરંતુ માતા જાનકી પર ટિપ્પણી કરનાર સ્વામી જાહેરમાં માફી માંગે નહીં તો જોયા જેવી થશે, તેમ સનાતની સાધુએ નિવેદન આપ્યું હતું. સાથે જે સનાતન ધર્મને બદનામ કરે છે એની તપાસ કરવાની પણ માગ કરાઈ છે.
FB પાસવર્ડથી લઈને બેંક ખાતાની વિગતો સુધી બધું રેકોર્ડ કરે છે AI ડિવાઈસ