ક્યાં ગાયબ થયો હતો મયુર મોરી? ડો.શ્યામ રાજાણી વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા
25 દિવસથી ગાયબ પ્રાંસલાનો યુવક મયુર મોરી આખરે મળી આવ્યો હતો. મયુર ભાગીને કચ્છ જતો રહ્યો હતો, જેના બાદ તે ગઈકાલે પોલીસને મળ્યો હતો.
રક્ષિત પંડ્યા/રાજકોટ : 25 દિવસથી ગાયબ પ્રાંસલાનો યુવક મયુર મોરી આખરે મળી આવ્યો હતો. મયુર ભાગીને કચ્છ જતો રહ્યો હતો, જેના બાદ તે ગઈકાલે પોલીસને મળ્યો હતો. ત્યારે તેને માર મારવામાં આવ્યો હતો, ટોર્ચર કરવામાં આવ્યો હતો અને બાદમાં તે ભાગીને કચ્છ જતો રહ્યો હતો. આ તમામ અંગે આજે પોલીસ મયુરને લઈને મીડિયા સમક્ષ હાજર થઈ હતી. જેમાં મયુરે મોટા ખુલાસા કર્યા હતા. તેણે ડો.શ્યામ રાજાણી ગર્ભ પરીક્ષણ પણ કરાવતો હતો અને તેનો પુરાવો પોતાની પાસે હતો તેણે કહ્યું હતું.
ઊત્તરાયણ પર પતંગ ચગાવવાની સુરતીઓની ખુશી પર પોલીસે ફેરવ્યું પાણી
પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, મયુરે પૂછપરછમાં જણાવ્યું કે, જે દિવસે તેને માર મારવામાં આવ્યો હતો, ત્યાર બાદ તે સોમનાથ, જુનાગઢ, દ્વારકા અને બાદમાં કચ્છ જેવા અલગ અલગ સ્થળોએ ગયો હતો. પોલીસે મયુરને મોબાઈલ દ્વારા ટ્રેક કર્યો ત્યારે તે કચ્છમાં હતો. અમે તેને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે કચ્છમાંથી શોધી કાઢ્યો હતો. તે કચ્છની સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતો હતો. ડો. શ્યામ અને મયુર વચ્ચે ડોક્ટરના ડિવોર્સને લઈને ઝઘડો થયો હતો, તેથી તેને માર મારવામાં આવ્યો હતો. આ કારણે જ મયુર ભાગી ગયો હતો.
શું તબેલા માટે કરાયું હતું જયંતી ભાનુશાળી ખૂન? પૂર્વ પ્રેમિકા મનીષા સાથે છે તેનું કનેક્શન
પ્રેસ કોન્ફરન્સમાં મયુરે મોરીએ કહ્યું કે, આજથી દોઢ મહિના પહેલા ડો.શ્યામ રાજાણી, રાજુ અને રાહુલ પઢિયાર એમ ત્રણ જણઆ એસયુવી લઈને આવ્યા હતા. મારી ઘરવાળીના ડિવોર્સમાં તારો હાથ છે તેવું મને ડો.રાજાણીએ પૂછ્યું હતું. ત્યારે મેં ના પાડી કે મને કંઈ ખબર નથી તેવું કહ્યું હતું. ત્યારે નવાગામની તળેટી પાસે મને ખૂબ માર માર્યો. મારો શર્ટ ફાડી નાખ્યો. મારો વીડિયો ઉતાર્યો. મેં કહ્યું કે, મેં કરિશ્માબેનને કંઈ જ કહ્યું નથી. તેમ છતાં મને દોઢથી પોણા બે કલાક માર્યો. બાદમાં રાજુ મકવાણાએ કહ્યું કે, મારા એક ફ્રેન્ડના ગોડાઉનના લઈ જઈ ઓપન કરીને શોર્ટ આપીએ, અને મર્ડર કરી નાંખીએ. આ વાત મેં સાંભળી લીધી ત્યાં ગોડાઉન સુધી લઈ જતા સમયે તેઓએ મારા હાથની સાંકળ ખોલી નાંખી હતી. બસ, ત્યાંથી હું ફોર વ્હીલરમાંથી કૂદી ભાગી ગયો હતો અને પાછળ સોસાયટીની બાજુમાં નીકળી ગયો હતો. તેઓ ગાડી લઈને મને શોધવા નીકળ્યા હતા. મેં તેમને કહેતા સાંભળ્યું કે, તેઓ મને શોધીને મારી નાખશે.
ગુજરાતીઓને ઠંડીમાં ફરવા વધુ એક હિલ સ્ટેશન મળ્યું, આ રહ્યું સરનામું
મયુરે મીડિયા સામે કહ્યું કે, ડો.શ્યામ રાજાણી તેની હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરાવતો હતો, તેનો પુરાવો મારી પાસે હતો. તે ગર્ભ પરીક્ષણ કરાવતા સમયે સીસીટીવી કેમેરાના દ્રશ્યનો મેં મારા મોબાઈલમાં ફોટો પાડ્યો હતો. પઢિયાર રાહુલ નામના યુવકે સારુ થવા માટે મારી પાસે પ્રુફ છે તેવું ડોક્ટરને કહ્યું હતું. મે કરિશ્માબેનને ડોક્ટરના લવ અફેર્સ વિશે મેં કઈ જ કહ્યું નથી, અને ડોક્ટરના લવ અફેર્સ વિશે મને કંઈ ખબર નથી. મયુર મોરીએ કહ્યું કે, ડો,શ્યામ રાજાણીના છોકરીઓ સપ્લાય કરવા અંગે વિશે મને કંઈ જ ખબર નથી. ડિવોર્સના કેસમાં મારો કોઈ જ હાથ નથી.
જયંતી ભાનુશાળી હત્યાનો ભેદ ઉકેલવા પોલીસને મળી મોટી કડી, હત્યારાઓના સ્કેચ બનાવાયા
વાઈરલ થયેલા વીડિયોના આધારે શરૂ થયેલી તપાસમાં લાઇફ કેરના ડોકટર શ્યામ રાજાણી ડોકટર જ નહિ હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો હતો. તેની ડીગ્રી બોગસ હોવાનું ખુલવા ઉપરાંત લાઇફ કેરમાંથી સરકારી હોસ્પિટલની દવા-સાધનોનો જથ્થો મળતાં શ્યામ રાજાણી સામે બોગસ ડિગ્રીને આધારે પ્રેક્ટિસ કરવા ઉપરાંત સરકારી દવા ચોરવાનો ગુનો પણ નોંધાયો છે. ડો. શ્યામ રાજાણીની લાઈફ કેર હોસ્પિટલમાં તપાસ દરમિયાન સરકારી દવાનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઇ જિલ્લા આરોગ્ય વિભાગ ટીમ દ્વારા બી ડિવીઝન પોલીસ મથકમાં સરકારી દવાની ચોરીની ફરિયાદ શ્યામ રાજાણી અને તેના પિતા વિરુધ્ધ નોંધાવી છે. ગત મોડી રાત્રિએ ફરિયાદ દાખલ કર્યા બાદ આજે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ લાઈફ કેર હોસ્પિટલ ખાતે તપાસ અર્થે પહોંચી હતી અને સરકારી દવાનો જથ્થો પોલીસને સુપ્રરત કર્યો હતો. જેમાં ૧૫૦૦ ઈજેક્શન, 5 બોક્સ પાટા, એન્ટીસેપ્ટિકની 25 બોટલ અને અલગ અલગ લિક્વીડની વસ્તુઓ કબજે કરી હતી. હાલ આરોગ્ય વિભાગ દ્વારા સરકારી દવાનું લિસ્ટ પોલીસને સુપરત કરવામાં આવ્યું છે. જેમાં દવાના નંબર પરથી દવા કઈ જગ્યાએથી ચોરી કરવામાં આવી છે તેની માહિતી મેળવી શકાશે. આ સાથે જ હોસ્પિટલમાં અન્ય કોઈ જગ્યાએ વધુ દવાનો જથ્થો છુપાવવામાં આવ્યો છે કે કેમ તે અંગે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેશ રાઠોડે જણાવ્યું હતું.