Vadodara Rape Case રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરા ગોત્રી મેડિકલ કોલેજના ઈન્ટર્ન તબીબે તબીબી વિધાર્થીની સાથે દુષ્કર્મ આચરતાં હડકંપ મચી જવા પામ્યો છે. તબીબી વિધાર્થીનીને ઓડિયો રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી ઈન્ટર્ન તબીબે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા શહેરની ગોત્રી મેડિકલ કોલેજમાં મેડિકલના ચોથા વર્ષમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ તબીબે બીજા વર્ષમાં અભ્યાસ કરતી રેસિડેન્ટ તબીબ વિદ્યાર્થિનીને બ્લેક મેઈલ કરી દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. આરોપી નિર્ભય પ્રકાશભાઇ જોષી ગોત્રી મેડિકલ કોલેજના મેડિકલના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે અને ગોત્રી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહે છે. મેડિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિની તેના સિનિયર અને રેસિડેન્ટ તબીબ નિર્ભય જોષી પાસે અવારનવાર માર્ગદર્શન લેવા માટે જતી હતી. જેને લઈ બંને વચ્ચે સારી મિત્રતા બંધાઈ હતી. 


તમારા રૂપિયાથી સરકાર તમને કેવો રોડ બનાવી આપે છે જુઓ, હાથથી ઉખડી ગયો નવો રોડ


બંને વચ્ચે વોટ્સ એપ અને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો કોલ પર વાતચીત થતી હતી. જે વાતચીતના આધારે નિર્ભય જોશીએ વિધાર્થિનીને પ્રેમ સંબંધ રાખવા માટે વાત કરી. પણ વિધાર્થીનીએ ના પાડતાં ઇન્ટર્ન તબીબ નિર્ભય જોશીએ તેમની વચ્ચેની વાતચીતનો ઓડિયો રેકોર્ડિંગ વાયરલ કરી દેવાની ધમકી આપી. વિધાર્થીનીએ ઓડિયો રેકોર્ડિંગ ડિલીટ કરવા માટે નિર્ભયને આજીજી કરતાં તેને રાત્રિના સમયે નિર્ભયે મેડિકલ કોલેજના છત પર બોલાવી હતી. વિધાર્થીની છત પર પહોચતાં જ આરોપી તબીબે વિધાર્થીનીને પાછળથી પકડી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું. તેમજ ઘટનાની જાણ કોઇને કરશે તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી પણ આપી હતી. જેનાથી વિધાર્થીની ડરી ગઈ હતી. વિધાર્થીનીએ સમગ્ર ઘટનાની હકીકત તેના રૂમમેટને કરતાં પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી. જેથી પીડિતા વિધાર્થીનીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં આરોપી ઈન્ટર્ન તબીબ નિર્ભય જોષી સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી. 


ગુજરાત યુનિવર્સિટીમાં હુમલા બાદ વાઈસ ચાન્સેલરે લીધો મોટો નિર્ણય, કુલ 5 આરોપીની ધરપકડ


પીડિતા વિદ્યાર્થીનીની ફરિયાદના આધારે ગોરવા પોલીસે કલમ 376, 377, 306(2) ની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી ઈન્ટર્ન તબીબ નિર્ભય જોષીની ગાંધીનગરથી ધરપકડ કરી. આરોપી નિર્ભયે વિધાર્થીનીને ગળા અને ખભાના ભાગે નખ મારીને ઈજા પણ પહોચાડી હતી. પોલીસે આરોપી અને પીડિતા બંનેનું મેડિકલ પરીક્ષણ પણ કરાવ્યું. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને આ મામલે પુરાવા એકત્રિત કરવા વધુ કાર્યવાહી શરૂ કરી છે.


મહત્વની વાત છે કે આરોપી તબીબ નિર્ભયની ઈન્ટર્નશીપ તાજેતરમાં જ પૂરી થઈ હતી અને બે દિવસ બાદ તેને શર્ટિફિકેટ પણ આપવાનું હતું, જેથી તે તેની સ્વતંત્ર પ્રેક્ટિસ પણ શરુ કરી શકતો, પણ હવસની ભૂખના કારણે તેને પોતાની સાથે તેની જ જુનિયર તબીબી વિધાર્થીનીની પણ જિંદગી ખરાબ કરી નાખી છે. ત્યારે આરોપી નિર્ભયની કરતૂતના કારણે સમગ્ર તબીબી આલમ કલંકિત થયું છે. 


ગુજરાતની આ 6 સીટ પર દેશભરની નજર, એક પણ બેઠકનું પરિણામ બદલાયું તો દિલ્હી હચમચશે