ઉદય રંજન, અમદાવાદ: ઘાટલોડિયા (Ghatlodiya) વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાંથી કોરોના ટેસ્ટ (Corona Test) ની કિટની ચોરી મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. કોરોના કિટની ચોરી કરનાર એમબીબીએસ (MBBS) માં અભ્યાસ કરનાર વિધાર્થી હોવાનું સામે આવ્યું છે. ચોરીની કોરોના કીટ ખરીદનાર વ્યક્તિની પોલીસે શોધખોળ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના કેસો અમદાવાદ (Ahmedabad) માં સતત વધી રહ્યાં છે. કોરોનાના ટેસ્ટિંગ (Corona Test) વધારવા ડોમ પણ વધુ ઉભા કરવામાં આવ્યા છે ત્યારે કોરોના ના ટેસ્ટ માટે જે કીટ આવે છે તે અર્બન હેલ્થ સેન્ટરમાં રાખવામાં આવે છે. આવી જ રીતે ઘાટલોડિયા અર્બન હેલ્થ સેન્ટરમાં કીટ જથ્થો પડ્યો હતો. ત્રણ દિવસ પહેલા અર્બન હેલ્થ સેન્ટરમાં બપોરે એક અજાણી વ્યક્તિ હેલ્થ સેન્ટરના રૂમ નંબર 9માં રાખેલી ટેસ્ટિંગ કીટના બોક્સમાં એક લાલ થેલીમાં ભરી ફરાર થઈ ગયો હતો. જો કે હેલ્થ સેન્ટર સ્ટાફે પીછો કરતા ભાગી ગયો અને ચોરી કરનાર ગાડીનો ફોટો પાડી દીધો હતો જેના આધારે પોલીસે આરોપી પકડી લીધો છે.

Photos: રિવાબાના વાયરલ વિડીયોએ મચાવી ધમાલ, 'પતિ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી'


ધાટલોડિયા પોલીસ (Police) ગિરફતમાં રહેલ વિદ્યાર્થી મિત જેઠવાએ કોરોના ટેસ્ટિંગ કિટના 16 જેટલા બોક્સ ચોરી કરી હોવાના આરોપથી ધરપકડ કરી છે. ચોરી કરનાર વિદ્યાર્થી મિત જેઠવા એન.એચ.એલ કોલેજમાં MBBS છેલ્લા સેમિસ્ટરમાં અભ્યાસ કરે છે. આરોપી વિદ્યાર્થી મિતે કોરોના ટેસ્ટીગ કીટ ચોરી કરી એક મિત્રને આપી છે. જેની પાસેથી 10 હજાર રૂપિયા લીધા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ચોરી કરેલ કોરોના ટેસ્ટિંગ કીટ લેનાર MBA પૂર્ણ કરી માર્કેટીંગ કંપનીમાં નોકરી કરનાર છે. જેની પોલીસ શોધખોળ શરૂ કરી છે.

કોરોનાના કહેર વચ્ચે ધુળેટીની ઉજવણી બની સાવ ફિક્કી, છવાયો કર્ફ્યુ જેવો માહોલ


પકડાયેલ વિદ્યાર્થી મિતની પૂછપરછમાં મિત્રને કોરોના ટેસ્ટિંગ કીટ જોઈતી હોવાથી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. સાથે જ આરોપી મિત અર્બન હેલ્થ સેન્ટરમાં અગાઉ કોરોના ટેસ્ટિંગ કેમ્પમાં જોડાયો હતો. જેથી અહીં કોરોના ટેસ્ટિંગ કીટ જથ્થો હાજર હોવાનું જાણમાં હોવાથી ચોરી કરી હતી. હાલ કોરોના ટેસ્ટિંગ કીટની ચોરી કરવા પાછળનું અન્ય કયું કારણ છે જે કીટ ખરીદનાર પકડી પાડ્યા બાદ હકકિત બહાર આવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube