અતુલ તિવારી/ અમદાવાદ: કોરોનાને (Corona) માત આપવા વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન (Vaccination Campaign) ભારતમાં ચાલી રહ્યું છે. ત્યારે વેક્સિનેશનના 19 માં દિવસે અમદાવાદ સિલિવ હોસ્પિટલના (Ahmedabad Civil Hospital) કોરોના રસીકરણ કેન્દ્રમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. આરોગ્ય વિભાગના (Department of Health) કમિશનર જયપ્રકાશ શિવહરેએ સિવિલ હોસ્પિટલ ખાતે હાજરી આપીને હેલ્થ વર્કર અને પોલીસ જવાનનો ઉત્સાહ વધાર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોગ્ય કમિશનર (Health Commissioner) જયપ્રકાશ શિવહરેએ (Jai Prakash Shivahare) હાજર રહીને કોરોના રસીકરણ (Corona vaccination) માટે આવેલા પોલીસ જવાનો અને હેલ્થકેર વર્કરો (Healthcare workers) સાથે ચર્ચા કરીને રસીકરણ વિશે વિગતવાર સમજૂતી આપી હતી. રસી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને દરેક હેલ્થ વર્કર અને પોલીસ જવાનોને કોરોનાની રસી લેવા માટે અપીલ કરી હતી.


આ પણ વાંચો:- સસ્તા અનાજની દુકાન ચલાવવી હોય તો પૈસા તો આપવા જ પડશે, નકલી પત્રકારોની ધરપકડ


અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોલીસ જવાનો, હેલ્થકેર વર્કરો, નર્સિંગ સ્ટાફ, મેડિકલ સ્ટુડન્ટ્સને મોટી સંખ્યામાં વેક્સિન આપવામાં આવી રહી છે. જેના માટે અમદાવાદમાં આવેલી બી.જે મેડીકલ કોલેજ ખાતે વેક્સિનેશન કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે. સિવિલ મેડીસિટીમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજના 1000 મેડિકલ સ્ટુડન્ટ્સ વેક્સિન આપવામાં આવી રહી છે.


આ પણ વાંચો:- મારો દિકરો ઉભો છે તો હું પ્રચાર કરીશ જ, મારી દીકરીને ટિકિટ નહી મળે તો તે પણ અપક્ષ ઉભી રહેશે: મધુ શ્રીવાસ્તવ


આ ઉપરાંત અમદાવાદ સિવિલ હોસ્પિટલ મેડિસિન વિભાગમાં ફરજ બજાવતા તબીબ દંપતિએ કોરોનાની રસી લીધી હતી, મેડિસિન વિભાગના વડા ડોક્ટર કમલેશ ઉપાધ્યાય અને તેમના પત્ની ડોક્ટર નીલિમા શાહે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube