અમદાવાદ : મેડિકલના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને કોરોના હોસ્પિટલમાં ફરજ પર મોકલવા બાબતે વિવાદ થયો હતો. વિદ્યાર્થીઓએ કોવિડ હોસ્પિટલમાં જવાની મનાઇ કરી હતી. જેના પગલે સરકારે વચગાળાનો રસ્તો કાઢ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા નવા કઢાયેલા રસ્તામાં હવે મેડિકલના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ કે ડોક્ટરો કોરોના હોસ્પિટલમાં સેવાઓ આપશે તો તેનો સમયગાળો બોન્ડના સમયગાળામાં ગણી લેવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ પોલીસનો અનોખો અભિગમ, ઓનલાઇન ફરિયાદ, વીડિયો કોલથી પુછપરછ


રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પરિપત્ર કરીને કોરોના હોસ્પિટલમાં સારવાર આપનાર બોન્ડેડ તબીબોને ડબલ સમયગાળો ગણવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા એમબીબીએસ પૂર્ણ થયા પછી સ્નાતક અનુસ્નાતક વિદ્યાર્થીઓ દ્વારા ફરજિયાત બોન્ડ લખવાના હોય છે. બોન્ડની રકમ પાંચ લાખથી માંડીને 40 લાખ સુધીની હોય છે તેવા વિદ્યાર્થીઓને પણ આનો લાભ આપવાનો નિર્ણય લીધો છે. 


સુરત: શાકભાજીની લારીઓ વાળા SMC સાથે બાખડ્યા, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા


કોરોના હોસ્પિટલમાં છ મહિના કામગીરી કરનારા સ્નાતક અને અનુસ્નાતક મેડિકલના વિદ્યાર્થીઓને બોન્ડેડમાં એક વર્ષ ગણાશે. એટલે કે  ટ્રેની ડોક્ટર જેટલો સમયગાળો ભરશે તેનો ડબલ સમય ગણવામાં આવશે. સરકારનો આ વચગાળાનાં રસ્તાથી મેડિકલ વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube