પંચમહાલઃ હાલ સમગ્ર ગુજરાતમાં ગાયોના મુદ્દે રાજનીતિ રમાઇ રહી છે. ત્યારે એક પરિવાર એવો પણ છે. જે મોટા પ્રમાણમાં ગાયોની દેખરેખ કરે છે.  તે પણ પોતાનું ઘર અને જમીન ગિરવે મુકીને. ગૌ સેવા માટે કોઇ વ્યક્તિ કેટલી હદ સુધી સંઘર્ષ કરી શકે તે તો સોમાભાઇનો પરિવાર જ જાણે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા પાસે આવેલા બાકરોલ ગામના એક પરિવારનો જીવનનો એક જ હેતુ છે બિમાર, વૃદ્ધ ગાયોની સેવા કરવાનો. ગાયોની સેવા કરવા માટે તેમણે પોતાનું ઘર અને જમીન ગિરવે મુકી દીધી. સોમાભાઇએ પોતાના દીકરાનો અભ્યાસ છોડાવીને ઘરની જવાબદારી તેના ઉપર નાખી ગાયની સેવા કરવા લાગી ગયા.


ગાયોને કતલખાને વેંચી દેવામાં આવતી હોય છે. ત્યારે આવી ગાયોની સંભાળ રાખવાની સોમાભાઇએ શરૂઆત કરી અને આજે તેમની પાસે 105 ગાયો થઇ ગઇ છે. જો કે તેમની સારસંભાળ માટે મોટો ખર્ચ થાય છે. જેને પહોચી વળવા માટે સોમાભાઇએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ગાયોની સેવામાં આખું પરિવાર રચ્યું પચ્યું રહે છે. કોઇ મદદ ન મળતી હોવા છતાં તેઓ નિસ્વાર્થ ભાવે ગાયોની સેવા કરી રહ્યા છે.


છેલ્લા 11 વર્ષથી ગૌ સેવા કરી રહેલા સોમાભાઈના પરિવાર અને શ્રી રામ ગૌ શાળા હાલ મૃતઃ પાય અવસ્થામાં છે અને મદદની આશા રાખીને બેઠા છે.