અમદાવાદમાં સ્કૂલ બોર્ડ ચેરમેન અને ટોચના રાજકારણી સાથે સંકળાયેલા બિલ્ડરો ITની ઝપેટમાં, આજે પણ દરોડા
IT Raid In Ahmedabad : અમદાવાદમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન... શહેરના બે બિલ્ડર ગ્રુપના ત્યાં આઇટીના દરોડા પડ્યા... અમદાવાદમાં એક આઈટી કંપનીમાં પણ આઈટીનું સર્ચ ઓપરેશન... શહેરમાં અડધો ડઝન સ્થળે આઈટીના સર્ચ ઓપરેશનની કાર્યવાહી
Ahmedabad News : ગુજરાતમાં લોકસભા પહેલાં IT વિભાગ દીવાળી ઉજવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં સતત દરોડા પડી રહ્યાં છે. જેમાં ટોચના રાજકારણી સાથે સંકળાયેલા બિલ્ડરો પણ બાકાત નથી. અમદાવાદમાં ફાર્મા કંપની, બિલ્ડરો, શાકભાજીના હોલસેલના વેપારીઓ અને કોલ્ડ સ્ટોરેજના માલિકો રડારમાં આવ્યા છે. આજે સ્કૂલ બોર્ડ ચેરમેન સુજય મહેતાના ઘરે દરોડા પડ્યા છે. શુક્રા ફાર્માસ્યુટિકલ કંપનીમાં સુજય મહેતા અને તેમની પત્ની ડિરેક્ટર પદે છે. એકાએક દરોડાની કાર્યવાહીને પગલે ગુજરાતમાં સોંપો પડી ગયો છે. ભાજપ સાથે સંકળાયેલા બિલ્ડરો પણ ઝપટમાં આવતાં બિલ્ડરો ગાંધીનગર અને દિલ્હી સુધી છેડા લગાવી રહ્યાં છે. સ્વામીનારાયણ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ સાથે સંકળાયેલા બિલ્ડરો પણ ITની નજરમાં ચડ્યાં છે.
બિલ્ડરો નામ ન ખૂલે એ બીકે ભૂગર્ભમાં જતા રહ્યાં
અમદાવાદમાં ફરી એકવાર આઈટીના દરોડાથી ચર્ચાનો દોર શરૂ થયો છે. IT ડિપાર્ટમેન્ટની કાર્યવાહી આટલેથી પણ અટકી નથી, પણ અમદાવાદમાં બોડકદેવમાં આવેલી ઓફિસ ખાતે પણ દરોડાની કાર્યવાહી થઇ છે. શ્રી મારૂતિનંદન ગ્રુપના 9 ડાયરેક્ટરના ઘર-ઓફિસમાં દરોડા પડ્યા છે. ગઇકાલ સવારથી દરોડાની કાર્યવાહી યથાવત છે. ઉલ્લેખનીય છે કે, મુંબઇની રેડમાં અમદાવાદ કનેક્શન સામે આવ્યું હતું. અગાઉ અમદાવાદ શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ ઉપર આવકવેરા ખાતાના દરોડા પાડવામાં આવ્યા હતા. એકાએક તવાઈને પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘણા બિલ્ડરો નામ ન ખૂલે એ બીકે ભૂગર્ભમાં જતા રહ્યાં છે. અમદાવાદમાં અડધા વ્હાઈટ અને અડધા કાળાં નાણાં લેવાનો ખેલ શરૂ કરાયો છે. જેને પગલે આગળ પણ કાર્યવાહી થાય તો નવાઈ નહીં.
ગુજરાતમાં નકલી બિયારણ વેચાણની ખુદ ભાજપના જ સાંસદે ખોલી પોલ, ગાંધીનગર સુધી પડ્યા પડઘા
હાલ દેશભરમાં IT ડિપાર્ટમેન્ટની રેડ ચાલી રહી છે. જેમાં બિલ્ડર ગ્રૂપોના મોટા ગપલાં બહાર આવ્યા છે. મુંબઈથી શરૂ થયેલો રેડનો સિલસિલો ગુજરાત સુધી પહોંચ્યો છે. મુંબઇના કલ્પતરૂ લિમિટેડના ત્યાં દેશભરમાં ગુજરાત સહિત ચાર રાજ્યોમાં દરોડા ચાલી રહ્યા છે. જેમાં 42 કરોડ રોકડા અને 600 કરોડના હિસાબી ગોટાળા મળ્યા છે. મુંબઈ આવકવેરા વિભાગની તપાસમાં અધિકારીઓને મુંબઈના બિલ્ડરો અમદાવાદમાં જમીનો ખરીદીને સ્થાનિક બિલ્ડરો સાથે મળીને સ્કીમ બનાવીને પ્રોજેક્ટ બનાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.
જીવલેણ હાર્ટ એટેક! રાજ્યમાં આજે વધુ બે લોકોના મોત, વડોદરામાં 15 દિવસમાં 12 ના મોત
અમદાવાદમાં ત્રિકમ પટેલ, અનિલ પટેલ બિલ્ડર્સના ઠેકાણા સહિત 24 જેટલા સ્થળોએ IT વિભાગની ટીમો પહોંચી હતી. અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ સહિત 4 ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. અવિરત ગ્રુપના કનુ પટેલ, સંદીપ પટેલ અને બળદેવ પટેલને ત્યાં પણ તપાસ ચાલી હતી. હાઇકોર્ટ પાસે આવેલી ઓફિસ સહિત અન્ય ઓફિસો પર પણ આવકવેરા વિભાગની તપાસ ચાલી હતી. ઇન્કમટેક્સનો 150 થી પણ વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો હતો.
ગુજરાતમાં આ પહેલાં પણ આવકવેરા વિભાગ તવાઈ બોલાવી ચૂક્યો છે. આવકવેરા વિભાગે અગાઉ પાઇપ બનાવતી સૌથી મોટી કંપની એસ્ટ્રલ પાઇપના, શાહ એલોઇઝ ત્યાર પછી શિલ્પ ગ્રૂપ અને શિવાલિક બિલ્ડર ગ્રૂપ અને સ્વાતિ બિલ્ડર ગ્રૂપ અને હાલ શિપરમ ગ્રૂપ, અવિરત ગ્રૂપ અને બિલ્ડરો સાથે સંકળાયેલા એક ડઝન જેટલા બ્રોકરો, અંદાજે 2,500 કરોડના હિસાબી ગોટાળા શોધી કાઢયા હતા. આ કેસમાં મોટી કરચોરી પકડાય તો નવાઈ નહીં.
ઠંડી-ગરમી વચ્ચે વરસાદની એન્ટ્રી : ગુજરાતના આ શહેરોમાં આજે 7 નવેમ્બરે વરસાદની આગાહી