રાજકોટના બે મોટા ગ્રૂપ પર ઈન્કમટેક્સ ત્રાટક્યું, આઈટી દરોડાથી હચમચી ગયા અન્ય મોટા માથા
IT Raid In Rajkot : રાજકોટમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ.... ઓરબીટ બેરિંગ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલા 15 સ્થળોએ પાડ્યા દરોડા..... મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા...
Rajkot News રાજકોટ : રાજકોટમાં આવકવેરા વિભાગનું મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ઓરબીટ બેરિંગ ગ્રૂપ અને તેની સાથે સંકળાયેલા 15 સ્થળોએ દરોડા પાડવામા આવ્યા છે. વહેલી સવારે આવકવેરા વિભાગના અધિકારીઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જેમાં બેનામી વ્યવહારો મોટા પ્રમાણમાં સામે આવે તેવી શકયતા છે.
રાજકોટમાં રિયલ એસ્ટેટના બે મોટા ગ્રુપ ઉપર ઈન્કમટેક્સના દરોડા પડ્યા છે. આજે સવરથી જ લાડાણી એસોસિયેટ્સ અને ઓરબીટ ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ ત્રાટક્યુ છે. રાજકોટના મોટા માથા ગણાતા દિલીપભાઈ લાડાણી અને વિનેશભાઈ પટેલ સહિત અનેક મોટા માથાઓને ત્યાં ઇન્કમટેક્સની તવાઈ બોલાવાઈ છે. ઓરબીટ રોયલ ગાર્ડન સહિત અનેક પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર સાથે એમઓયુ કરનાર ગ્રુપ પણ ઝપેટમાં આવ્યું છે.
લોકસભાની ચટપટી ખબર : આ બે બેઠક પર કોઈએ દાવેદારી ન નોંધાવી, તો કોણે કોણે ટિકિટ માંગી?
રાજકોટ શહેરમાં કુલ 28 જગ્યાએ દરોડા અને સર્વેની કાર્યવાહી ચાલી રહી છે. દિલીપભાઈ લાડાણી સાથે સંકળાયેલ અનેક વેપારી અને ઉદ્યોગપતિ પણ આઈટીની અડફેટે આવી ગયા છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે.
નાનપુરાનો કુખ્યાત સાજુ કોઠારી હવે ઇડીના સાણસામાં આવ્યો. ઇડીના એડિશનલ ડિરેક્ટર ધર્મેન્દ્ર મીના દ્વારા સાજુનું સ્ટેટમેન્ટ લેવાની મંજૂરી માગતી અરજી કરાઈ હતી. જે કોર્ટે મંજૂર રાખતા હવે આગામી 1લી અને 2 માર્ચના રોજ ઇડી સાજુની પુછપરછ કરશે. ઈડીએ જાણવા માગે છે કે, ક્રાઇમ મારફત સાજુએ કેટલી માલ-મિલકત જમા કરાવી છે. હવાલાનો કોઈ મામલો છે કે કેમ અને બેનામી મિલકતો કેટલી છે. તપાસ માટે ઇડીએ છ ગુના પસંદ કર્યા ઇડીએ કુલ છ ગુનાના કેસમાં સાજુ સામે તપાસ શરૂ કરી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ, ઉમરા, પોલીસ હેડ ક્વાટર્સ, અઠવાલાઇન્સ પોલીસ મથકના બે ગુના અને રાંદેર પોલીસના એક ગુનાનો સમાવેશ થાય છે. સાજુ કોઠારીએ અશરફ કુરેશીના કેસમાં પણ કરોડોની ચિટિંગ કરી હોવાની આશંકને લઈ રૂપિયા બાબતે પણ ઇડીએ આડકતરી રીતે તપાસ આદરી છે.
બ્રેકિંગ ન્યૂઝ : ધોળકા પાસે કાર-ડમ્પર વચ્ચે અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત