લોકસભાની ચટપટી ખબર : આ બે બેઠક પર કોઈએ દાવેદારી ન નોંધાવી, તો કોણે કોણે ટિકિટ માંગી?
Gujarat BJP Action : લોકસભા માટે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે... જેમાં કોઈ નવા અને રસપ્રદ નામ સામે આવ્યા નથી... જુના જોગીઓ જ ટિકિટ માટે કરી રહ્યાં છે માંગણી
Trending Photos
Loksabha Elections 2024 : લોકસભાની ચૂંટણી માટે ભાજપના નિરીક્ષકો આજે પણ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા ચાલુ છે. ઉમેદવારોની યાદી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલાશે. તેના બાદ નામોની યાદીની જાહેરાત થઈ શકે છે. પરંતુ આ વચ્ચે સેન્સ લેવાની પ્રક્રિયા બહુ જ રસપ્રદ બની રહી છે. ફરી એકવાર જૂના જોગીઓ ટિકિટ માટે આગળ આવ્યા છે. અનેક ટોચના નેતાઓએ લોકસભા લડવા માટે તૈયારી બતાવી છે. ત્યારે 26 માંથી બે બેઠક એવી છે, જ્યાં કોઈએ દાવેદારી ન નોંધાવી. આ બેઠક પર સર્વાનુમતે એક જ વ્યક્તિના નામ પર સહમતિ અપાઈ છે. તે છે ગાંધીનગરની બેઠક અને નવસારી બેઠક
અમિત શાહ અને પાટીલ માટે બેઠક રિઝર્વ
કેન્દ્રીય ગૃહ મંત્રી ગત વખતે લડેલી બેઠક ગાંધીનગર પર કોઈએ દાવેદારી ન નોંધાવી હોવાનું સામે આવ્યું છે.જેનાથી કઈ શકાય કે, સર્વાનુમતે અમિત શાહને આ બેઠક પરથી રીપિટ કરવામાં આવશે. જેમાં કોઈ અન્ય ઉમેદવારે દાવેદારી ન નોંધાવતા સર્વાનુમતે અમિત શાહને રીપિટ કરાશે. હાલ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી સાંસદ છે. તો બીજી તરફ નવસારી બેઠક માટે સીઆર પાટીલ સિવાય અન્ય કોઈના નામ સૂચવાયા નથી કે ટિકિટની માંગણી થઈ નથી.
કોણે કોણે લોકસભાની ટિકિટ માંગી
આ ઉપરાંત અન્ય નેતાઓ માટે પણ કંઈક આવુ જ રહ્યું છે. જેમાં મહેસાણા માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અમદાવાદ પૂર્વ બેઠક પર પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જોડાજે, રાજકોટ ને પોરબંદર બે બેઠક પર પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, અમરેલી અને ભાવનગરમાં ડો.મનસુખ માંડવિયાએ ચૂંટણી લડવા માટે માંગણી કરી હોવાનું કહેવાય છે. તો મોહન કુંડારિયા, પુનમ માડમ, જશવંતસિંહ ભાભોર, રતનસિંહે જેવા વર્તમાન સાંસદોએ પણ ટિકિટની માંગ કરી છે.
બે દિવસ ચાલશે પ્રોસેસ
ગુજરાત ની 26 સીટ ઉપર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. ભાજપની ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. અચાનક અને ગુપચુપ સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે દરેક સીટ ઉપર ત્રણ ત્રણ નિરીક્ષકો પહોંચ્યા છે. બપોરે ત્રણ વાગ્યાથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થશે. બે દિવસ લોકસભાના ઉમેદવારો માટે સેન્સ લેવાશે. 29 ફેબ્રુઆરી ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમીતીની બેઠક મળશે. ભાજપે લોકસભાના મુરતિયા પસંદગી માટેની સૂચનાઓ આપી છે. આગામી બે દિવસ લોકસભાના ઈચ્છુક ઉમેદવારોની સેન્સ લેવાશે. ત્યારબાદ પ્રદેશની પાર્લામેન્ટ્રી મળશે.
માંડવિયા ને રૂપાલાનુ નામ ચર્ચામાં
લોકસભા માટે હાલ જે બે નેતાઓના નામ સૌથી વધુ ચર્ચામાં છે તે છે મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા. ભાજપ અને બંને નેતાઓને રાજ્યસભાની ટિકિટ ન આપીને લોકસભામાં મોકલશે તેવુ પહેલેથી જ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ બંને નેતાઓને ક્યાંથી લડાવવામા આવશે તે મહત્વનું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે