ઉદય રંજન/અમદાવાદ: વ્યાજખોરો લઈને પોલીસ દ્વારા મેગા લોક દરબાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વ્યાજખોરોથી પીડિત લોકોએ મુલાકાત લીધી. પોલીસ સાથે મળી સ્ટ્રીટ વેન્ડરને પણ બેંક દ્વારા મદદ કરાઈ હતી. આ મેગા કેમ્પમાં ગૃહમંત્રી હર્ષ સંધવીએ પોલીસ અને પીડિત લોકો સાથે મુલાકાત કરી અને વ્યાજખોરોને ડામવા પોલીસ એ મિશન શરૂ કર્યું. શુ રહેશે આગામી પોલીસનું મિશન?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરમાં વ્યાજખોરો વિરુદ્ધ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે મેગા લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં 7 ઝોન ડીસીપીને મળવા માટે 7 ડોમ બનાવવામાં આવ્યા હતા. વિસ્તાર પ્રમાણે અરજદાર ડીસીપીને મળીને વ્યાજખોરો સામે રજૂઆત કરી હતી. જેમાં તમામ પોલીસ સ્ટેશનની ટીમો હાજર રહી હતી અને વ્યાજખોરો પીડિત લોકોની રજુઆત સાંભળીને વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા પણ વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી ની સાથે સ્ટ્રીટ વેન્ડર ને નાણાં મેળવવા માટે પ્રધાનમંત્રી અને અન્ય યોજનાઓ અંતર્ગત બેન્ક લોન મળી રહે જેની વ્યવસ્થા કરવામાં આવી હતી..જેમાં બેંકના કર્મચારીઓ દ્વારા લોકોને માહિતી પૂરી પાડી હતી અને આ મેગા કેમ્પમાં ગૃહમંત્રી હર્ષ સંધવી મુલાકાત લઈને પીડિતોને સાંભળ્યા હતા.


ફૂલાવરમાં વૈજ્ઞાનિકોનો આ પ્રયોગ સફળ, ખેડૂતોની આવકમાં હવે થશે 3 ગણો વધારો


5 થી 31 જાન્યુઆરી સુધી વ્યાજખોરો સામે ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઇવમાં 122 જેટલી અરજીઓ મળી હતી. જેમાં 47 ગુના નો નોંધી વ્યાજખોરની ધરપકડ કરી હતી. જેમાં વ્યાજખોરો માટે ફરિયાદ 160 પેટીઓ મુકવામાં આવી હતી જેમાં અત્યાર સુધી માત્ર 7 અરજીઓ આવી છે જેમાં પોલીસ કમિશનર કચેરી ચાર અરજી અને નરોડા અને વેજલપુરમાં 1 અરજી આવી છે.


વ્યાજખોરી લઈ પોલીસની કામગીરી


  • -47 જેટલા ગુના નોંધાયા...

  • - 70 જેટલા આરોપીઓ પકડાયા...

  • -122 જેટલી અરજીઓ આવી...

  • -54 જેટલાં લોકદરબાર યોજાયા...

  • - 3730 જેટલા લોકો લોક દરબારમાં આવ્યા...


સ્ટ્રીટ વેન્ડરને સરળતાથી લોન મળી રહે તે પ્રકારનું શહેર પોલીસે આયોજન કર્યું. જેમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હોય કે અન્ય સરકારી યોજનાઓ અંગેની માહિતી બેન્ક કર્મીઓ દ્વારા આ મેગા લોકદરબાર માં આપવામાં આવી. જેમાં 9 જેટલી બેંકો જોડાઈ હતી અને 10,000 થી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન આ બેન્ક દ્વારા આપવામાં આવી રહી છે અને આ લોનની પ્રોસેસમાં સૌથી મહત્વની વાત જો કરવામાં આવે તો સરકારી યોજનાઓ હેઠળ જે લોન આપવામાં આવે છે. જેમાં ઓછા અને સરળ વ્યાજદરે લોન મળી રહે છે. તેની તમામ પ્રકારની માહિતી આ મેગા લોક દરબારમાં આપવામાં આવી. આ અભિગમ પાછળનો એક માત્ર ઉદેશ્ય છે કે નાના વેપારીઓ જેવા કે સ્ટ્રીટ વેન્ડર કે પછી લારી ગલ્લા વાળાઓ લોન મેળવી લે અને વ્યાજખોરો ચૂંગલ માંથી બચી શકે..


સાચવજો! આ મહિનામાં વધી શકે છે રૂના ભાવ, ગુજરાતીઓ વેચવાને બદલે સંગ્રહ કરજો...


લોક દરબારમાં પોલીસ કમિશનર ને અનેક પીડિત લોકો મળ્યા. જેણે તમામ બાબત ની રજુઆત કરી અને પોલીસ કમિશનરે તેઓને સાંભળ્યા. અમદાવાદ પોલીસ ની હદ ન લાગતી હોવા છતાંય પોલીસે મદદ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો. જેમાં બોપલમાં રહેતા મહેન્દ્રભાઈ આજથી 6 વર્ષ પહેલા 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા તેનું 10% વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું અને દરમહિ ને 10 હજાર રૂપિયા વ્યાજ નક્કી કરેલું હતું. પણ વ્યાજની નહિ ભરી શકતા વ્યાજખોરો પટાણી ઉઘરાણી શરૂ થતાં તેમની પુત્રવધુ આત્મહત્યા કરી લીધી હતી. આ વૃદ્ધ પોતાની વ્યાજખોરોની વેદના જાણવા માટે પોલીસ કમિશનર મળ્યા હતા પરંતુ બોપલ પોલીસ ની હદ ગ્રામ્યમાં આવતી હોવાથી પોલીસ કમિશનર દ્વારા ગ્રામ્ય એસપી સંપર્ક કરાવ્યો હતો. પોલીસની આ કામગીરી વૃદ્ધએ ખુશી વ્યક્ત કરી હતી વ્યાજખોરો પર નિયંત્રણ લાવવા માંગ કરી હતી


આગામી સમયમાં હજુય લોકો સુધી પહોંચવા પોલીસ પ્રયત્નો હાથ ધરશે. એક એક વ્યાજખોરો ને પકડી પકડી આ દુષણ ડામી દેવાશે તેવી તૈયારી પોલીસ દ્વારા બતાવવામાં આવી છે. આ સાથે જ વ્યાજખોરી ના નહિ પણ તેના જેવા કિસ્સા હોય તો એમાં પણ પોલીસ મદદરૂપ બનશે.