સુરત : હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે છેલ્લા 24 કલાકમાં 23 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં નોંધાયો હતો. સોનગઢમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે નિઝર અને વ્યારામાં ત્રણ ઇંચ જેટલો વરાદ પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિજેશ મેરજાએ સી.આર પાટીલને કોંગ્રેસનાં નવા પ્રમુખ ગણાવ્યા, વીડિયો વાયરલ

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં તાપી અને સુરત જિલ્લામાં સારી એવી મેઘમહર થઇ હતી. જેમાં સૌથી વધારે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વરસાદ પાક માટે ખુબ જ સારો હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને જે જરમર વરસાદ વરસે તે પાકને ખુબ જ ફાયદાકારક નિવડે છે. 


વડોદરા : હાર્દિક પટેલની મુલાકાત પહેલા કાળા વાવટા ફરકાવીને વિરોધ

તાલુકા અનુસાર વાત કરીએ તો સોનગઢમાં 93 મિમિ, વ્યારામાં 73, નિઝરમાં 72, માંડવી 49, માંગરોળ 38, ગણદેવી 19, કુકરમુંડા 15, ચોર્યાસી 15, સુરત સિટી 14 અને ચીખલીમાં 12 મિ.મિ વરસાદ નોંધાયો હતો. સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર