Gujarat Rains : ગીર સોમનાથ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે. સોમનાથ મહાદેવ પર મેઘરાજાનો મહાઅભિષેક જોવા મળ્યો. છેલ્લા 3 દિવસથી મેઘરાજા સોમનાથ મહાદેવને જળાભિષેક કરી રહ્યાં છે. સોમનાથમાં વહેલી સવારથી હળવો વરસાદ વરસી રહ્યો છે. સમુદ્રનો ઘૂઘવાટ જોઈ દર્શનાર્થીઓ અભિભૂત થઈ ગયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીર સોમનાથનું વેરાવળ છેલ્લા ત્રણ દિવસથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. જ્યાં નજર નાખો ત્યાં શેરીઓ ગલીઓ અને જાહેર માર્ગો પર પૂરના પાણી ફરી વળ્યાં છે. શહેર નજીકથી પસાર થતી દેવકા નદી તેમજ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેતરોના પાણી શહેર ભણી ધસમસી રહ્યા છે. તો શહેરના રસ્તાઓમાં પાણી ઓસરતા જ નથી. 



મોટી સમસ્યા સોમનાથ જેતપુર હાઇવે પર ઉભી થઈ છે. ભારતભરમાંથી પ્રવાસીઓ સોમનાથ આવતા હોય છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી આ નેશનલ હાઇવે પર કેડ સમાણા પાણી ભરાઈ રહ્યા છે. ત્યારે આજે પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર તેમજ સ્થાનિકોની મદદથી નેશનલ હાઇવેના ડિવાઇડર, જેસીબી મશીનથી તોડી અને પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે. અને પોલીસ વાહન ચાલકોને માર્ગદર્શન આપી રહી છે કે વાહન આ તરફ ચલાવો આ તરફ ન ચલાવો અને અકસ્માતો નિવારી રહી છે.



ત્યારે સૌથી મોટી લોકોની ફરિયાદ એ છે સોમનાથ જેતપુર નેશનલ હાઈવે જે નવો બન્યો ત્યારથી આ સમસ્યા કાયમી છે. તેનું કારણ એ છે કે નેશનલ હાઈવે પર જ્યાં પાણીનો પ્રવાહ સતત આવે છે. ત્યાં એક પણ નાળું કે પુલ્યું કે પાણીનું નિકાલ થાય એવી વ્યવસ્થા નેશનલ હાઇવે દ્વારા કરાઈ નથી. જેના પરિણામે સ્થાનિકો તો આ સમસ્યાનો સામનો કરી જ રહ્યા છે. પરંતુ દેશ વિદેશથી સોમનાથ દર્શનાર્થે આવતા યાત્રિકો પણ ભારે વેદના સાથે તંત્ર સામે પોતાનો રોશ ઠાલવી રહ્યા છે. જ્યારે નેશનલ હાઈવે દ્વારા આ સમયે જ ચોમાસામાં તેનો અભ્યાસ કરી અને જ્યાં પાણીનો ભારે પ્રવાહ અટકી રહ્યો છે. ત્યાં પાઇપો કે નાળા મૂકી અને કાયમી ધોરણે આ પાણીની સમસ્યાનો ઉકેલ નેશનલ હાઇવે દ્વારા કરાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.


નેશનલ હાઈવેના કારણે આમાં નગરપાલિકા વહીવટી તંત્ર અને કહેવાતા રાજકારણીઓ બધા હાથ ઊંચા કરી અને પોતાની જવાબદારીથી છટકી રહ્યા છે. તેવું સ્થાનિકો જણાવી રહ્યાં છે.


કૃષ્ણની દ્વારકા નગરી પાણીમાં જળ મગ્ન, મેઘતાંડવ બાદની નગરીનો આકાશી નજારો જુઓ