કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ! માંડવીમાં સવા 11 ઈંચ તો મુંદ્રામાં સાડા 7 ઈંચ, જળબંબાકારની સ્થિતિ
Kutch Heavy Rains: માંડવી તાલુકામાં છેલ્લા 10 કલાકમાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે અને જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવું માહોલ સર્જાયું છે અને જળબંબાકાર થયો છે. તો માંડવી જવાના ત્રણેય રસ્તા બંધ કરવામાં આવ્યા છે. માંડવી સંપર્ક વિહોણું થયું છે.
Kutch Heavy Rains, રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. માંડવી તાલુકામાં છેલ્લા 10 કલાકમાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે અને જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવું માહોલ સર્જાયું છે અને જળબંબાકાર થયો છે. તો માંડવી જવાના ત્રણેય રસ્તા બંધ કરવામાં આવ્યા છે. માંડવી સંપર્ક વિહોણું થયું છે તો આસપાસના ગામડાઓ પણ સંપર્ક વિહોણા થયા છે.
'ડેન્જર' આગાહી! ગુજરાતના આ 4 જિલ્લામાં આજે રાત્રે કતલની રાત, વાવાઝોડું ભૂક્કા કાઢશે!
તો ખાસ કરીને વાત કરવામાં આવે તો મસ્કા ગામમાં પણ ખૂબ પાણી ભરાયાં છે તો જનજીવનને અસર થઈ છે તો લોકોને રેસ્ક્યું પણ કરવામાં આવી રહ્યા છે. આટલા વર્ષોમાં આટલી માત્રામાં વરસાદ આ વિસ્તારમાં ક્યારેય ના પડ્યો હોવાની વાત સ્થાનિક લોકોએ કરી હતી તો લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. માંડવી તાલુકાના અનેક ગામોમાં ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો લોકોને સાવચેતી રાખવા માટે પણ અનુરોધ કરવામાં આવી રહ્યું છે.સ્થાનિક તંત્ર દ્વારા તેમજ લોકપ્રતિનિધિઓ દ્વારા લોકોની મદદ કરવામાં આવી રહી છે.
1976માં આવ્યું હતું ગુજરાતમાં ખતરનાક વાવાઝોડું! ફરી અરબી સમુદ્રમાં એકટીવ થઈ એવી જ...
કચ્છ જિલ્લામાં વરસાદથી જળબંબાકાર
કચ્છના માંડવીના અનેક વિસ્તારમાં ભારે વરસાદથી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદ વરસતા સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા. 10થી ઈંચથી વધુ વરસાદ વરસ્યા પછી લોકોના હાલ-બેહાલ થયા છે. સોસાયટીઓમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ રહેતા જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તા પર ફક્તને ફક્ત પાણી જ જોવા મળી રહ્યું છે. આ પાણી ક્યારે ઓસરશે તેનો કોઈ ખ્યાલ નથી, પરંતુ પાણી ભરાઈ રહેતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. ગળાડૂબ પાણી ભરાઈ રહેતા રસ્તા નદી બની ગયા છે.
ગુજરાતમાં 'આશના' વાવાઝોડોના મોટો ખતરો! આ 87 ભયજનક સ્થળોએ પ્રતિબંધ જાહેર કરાયો
કચ્છના મુંદ્રામાં ભારે વરસાદથી ધ્રબ અને ઝરપરા ગામ સંપર્કવિહોણું બન્યું છે. ધ્રબગામ પાસે આવેલા કોઝવે પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ગામમાં પૂરની શક્યતાને પગલે લોકો ચિંતામાં આવી ગયા છે, પૂરની સ્થિતિના લીધે નદી પાસે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો કચ્છના અબડાસાના ગ્રામ્ય વિસ્તાર પાણી-પાણી થઈ ગયો છે. નદી કિનારે આવેલ ગામોની સ્થિતિ વધુ ખરાઈ થઈ ગઈ છે. કોઠારાના આસપાસના ગામો જળમગ્ન થયા છે, તો સુથરી સહિતના અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. ગામને જોડતા રસ્તા પરથી પાણી વહી રહ્યું છે. કચ્છના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે.
આ તો પતિ ગયું! હજુ વિશાખાપટ્ટનમથી આવી રહી છે ગુજરાતમાં ભયાનક આફત! 3 તારીખે ત્રાટકશે
કચ્છનું પ્રખ્યાત હમીરસર તળાવ ઓવરફ્લો
ધોધમાર વરસાદ વરસ્યા બાદ કચ્છનું પ્રખ્યાત હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે. સતત વરસાદને પગલે ભુજનું હદય સમાન હમીરસર તળાવ છલકાઈ ગયું છે. હમીરસર તળાવ છલકાતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. કચ્છવાસીઓએ હમીરસર તળાવના વધામણ કર્યા. જ્યારે હમીસર તળાવ છલકાઈ ત્યારે ભુજ નગરપાલિકા મેઘલાડુ ઉત્સવ ઉજવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. મુંબઈવાસીઓ તો હમીરસર છલકાય ત્યારે લાપસીના આંધણ મૂકવાની પરંપરા નીભાવે છે.