'ડેન્જર' આગાહી! ગુજરાતના આ ચાર જિલ્લામાં આજે રાત્રે કતલની રાત, વાવાઝોડું ભૂક્કા કાઢી નાંખશે!

Ambalal Patel's Big Rain Forecast: ગુજરાત સહિત દેશભરમાં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યો પર ચક્રવાતી તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે.

1/9
image

ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં આજે કતલની રાત છે. કચ્છ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. મોરબી, રાજકોટ અને જૂનાગઢ પણ ખતરાની ઝપેટમાં આવી શકે છે. 36 કલાકથી સાયકલોનની સિસ્ટમ એક્ટીવ થઈ છે. સાયકલોનિક સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈને મસ્કત તરફ જશે. ઉત્તર બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે. ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યો પર ચક્રવાતી તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે. ઉત્તર બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે. લો પ્રેશરના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, કેરળ, કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે.

2/9
image

ફરી એકવાર ગુજરાત આવી શકે છે વિનાશક વાવાઝોડાની ઝપેટમાં. અરબી સમુદ્રમાં એક્ટીવ થઈ ગઈ છે ખતરનાક સિસ્ટમ. જેને કારણે ગુજરાત પર તોળાઈ રહ્યું છે જોખમ...અરબ સાગર અને બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં ભેગી થઈ. આ સિસ્ટમ વધુ એક્ટિવ થવાને કારણે આવશે આશના વાવાઝોડું. હવામાન વિભાગે પણ કરી દીધી છે ઘાતક આગાહી. ગુજરાતમાં સાયકલોનિક સર્ક્યુલેશન આવતી કાલે વધુ ઇન્ટેન્સીફાઈ થશે. પશ્ચિમ દક્ષિણ પશ્ચિમની તરફ આગળ વધી અરબ સાગરના કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ થઇ પાકિસ્તાન કોષ્ટ તરફ ઇન્ટેન્સીફાઈ થશે. 

3/9
image

જોકે, સંભાવના એવી પણ છે કે બે દિવસ બાદ તેની અસર ઘટશે. જેને પગલે હાલ આવતીકાલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 48 વર્ષ બાદ ફરી રીપીટ થઈ શકે છે ઘાતક સિસ્ટમ. દર છ કલાકે 8 થી 10 કિલો મીટર આગળ વધી રહી છે વિનાશક વરસાદની સિસ્ટમ. આવતી કાલથી સાયકલોનિક સિસ્ટમ બનશે વધુ ઝડપી. આવતીકાલથી ગુજરાત તરફ દર છ કલાકે 15 થી 20 કિલો મીટરની ઝડપે આગળ વધશે સાયકલોનિક સિસ્ટમ. આજની રાત ભારે છે, આજે બપોરે બે વાગ્યાથી ભારે મુવમેન્ટ શરૂ થઈ છે સિસ્ટમ.

4/9
image

ગુજરાતના લોકો સાવધાન થઈ જજો. ગુજરાતમાં આવી રહ્યું છે 'આશના' વાવાઝોડું. ભારેથી અતિભારે વરસાદ બાદ ગુજરાત પર બેવડી આફતની ચિંતા લોકોને સતાવી રહી છે. મેઘતાંડવ બાદ હવે વાવાઝોડાનો ખતરો સતાવી રહ્યો છે. ગુજરાત પરથી પસાર થયેલી સિસ્ટમ હવે મજબૂત વાવાઝોડું બનશે. જમીન પરનું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે. હવામાન વિભાગે પણ સંભવિત વાવાઝોડાનું અલર્ટ આપ્યું છે. હવે એક વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે ગુજરાતમાં વાવાઝોડું તબાહી મચાવશે.   

5/9
image

ગુજરાત પરથી પસાર થઇ ચુકેલું આ ડીપ્રેશન હવે કચ્છ તરફ છે અને તે અરબી સમુદ્ર તરફ વળી ગયું છે. જો કે ગુજરાત પરથી પસાર થયેલી આ સિસ્ટમ શુક્રવારે વાવાઝોડું બનશે.આ વાવાઝોડાને 'આશના' નામ આપવામાં આવ્યું છે. 30 ઓગસ્ટે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 ઓગસ્ટે છત્તીસગઢમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તરપ્રદેશમાં 1 અને 2 સપ્ટેમ્બરે વરસાદ પડી શકે છે. જ્યારે 2 અને 3 સપ્ટેમ્બરે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે મિઝોરમ અને ત્રિપુરામાં આગામી સાત દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

6/9
image

સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ પ્રેશર એરિયા 30 ઓગસ્ટે પૂર્વી અરબી સમુદ્રમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. લો પ્રેશરના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, કેરળ, કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે. સાથે જ આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણામાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

48 વર્ષ બાદ ગુજરાતમાં ઈતિહાસનું પુનરાવર્તન!

7/9
image

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઝી 24 કલાક સાથે કરેલી એક્સક્લુસિવ વાતચીતમાં જણાવ્યું છે કે, 48 વર્ષ બાદ ફરી એકવાર ગુજરાતમાં થઈ શકે છે ઈતિહાસનું પુનરાવર્તન. 1976માં આવ્યું હતું ખતરનાક વાવાઝોડું. ફરી એકવાર અરબી સમુદ્રમાં એકટીવ થઈ છે એવી જ સિસ્ટમ. 48 વર્ષ પહેલાં ઠીક 31 ઓગસ્ટ 1976માં અરબી સમુદ્રમાં ડિપડિપ્રેશનથી બની હતી આવી ઘાતક સાયકલોનિક સરક્યુલેશનની સિસ્ટમ. આ ઘટનાના લગભગ 5 દાયકા બાદ ફરી એકવાર એ જ દિવસે ગુજરાત પર આવી શકે છે મોટું સંકટ. જી હાં ગુજરાત પર આવી શકે છે વાવાઝોડું. જોકે, હજુ સુધી ગુજરાત પર વાવાઝોડાના સંકટ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

8/9
image

48 વર્ષ બાદ ઠીક એ જ દિવસે ગુજરાત પર આવી શકે છે વાવાઝોડાનું સંકટ. 31 ઓગસ્ટ 2024માં ગુજરાત પર આવી શકે છે વિનાશક સિસ્ટમ. ફરી એકવાર ગુજરાત પર દોહરાઈ શકે છે વિનાશક વાવાઝોડાનો ઈતિહાસ...સાયકલોન ડિક્લેર કરવામાં આવ્યું નથી. જોકે, ઈતિહાસમાં સૌથી ઓછા આયુષ્યવાળું સાયકલોન હશે. અરબ સાગરમાંથી ભેજ મળ્યો તેના કારણે ગુજરાત પર આવ્યું છે વાવાઝોડાનું સંકટ.

9/9
image

પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદી માહોલ જારી રહેશે. પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોની વાત કરીએ તો આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર અને ઝારખંડમાં વરસાદ ચાલુ રહેશે. ઓડિશામાં 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે. આ સિવાય આસામ, મેઘાલયમાં 29 ઓગસ્ટ અને ત્યારબાદ 1 થી 4 સપ્ટેમ્બર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ છે. અરુણાચલ પ્રદેશમાં 2 થી 4 સપ્ટેમ્બર અને ઓડિશામાં 1 સપ્ટેમ્બરે ભારે વરસાદ ચાલુ રહેશે.