અમદાવાદમાં ફરી મેઘરાજાની પધરામણી; જન્માષ્ટમીના દિવસે આ વિસ્તારોમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ શહેરમાં બપોર પછી અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ હતું, ત્યારબાદ અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદના કારણે પાલડી, વાસણા, જીવરાજપાર્ક, ગોતા, એસજી હાઈવે, નારોલ, નરોડા અને બાપુનગરમાં વરસાદ વરસી રહ્યો છે.
Ahmedabad Rains: લાબા સમય બાદ અમદાવાદમાં ફરી એકવાર મેઘરાજાએ પધરામણી કરી છે. બપોરબાદ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે શહેરના ઘણાં વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. અમદાવાદ શહેરમાં બપોર પછી અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ હતું, ત્યારબાદ શહેરમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદના કારણે પાલડી, વાસણા, જીવરાજપાર્ક, ગોતા, એસજી હાઈવે, નારોલ, નરોડા અને બાપુનગરમાં વરસાદ વરસી રહ્યો છે.
જન્માષ્ટમીના પર્વે ડૂબવાથી 5ના કરૂણ મોત, છોટા ઉદેપુરમાં 2 અને સાબરમતી નદીમા 3 ડૂબ્યા
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે અને કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 6 દિવસ ભારેથી અતિભારે અને તોફાની મૂડમાં વરસાદ તૂટી પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ હતી, ત્યાં જ આજે સમી સાંજે અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી છે. શહેરના આશ્રમ રોડ, વાડજ, એસજી હાઇવે, શાહઆલમ, ખાનપુર, પાલડી, વાસણા, દાણીલીમડા સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો.
આ આગાહી વાંચી ફરવા જવાનો પ્લાન કરવો પડશે કેન્સલ! આ વિસ્તારોમાં છે ભારે વરસાદની આગાહી